પોરબંદરના આગામી ૨૫ વર્ષના વિકાસની બ્લુ પ્રિન્ટ તૈયાર કરતી ટીમ પોરબંદર - At This Time

પોરબંદરના આગામી ૨૫ વર્ષના વિકાસની બ્લુ પ્રિન્ટ તૈયાર કરતી ટીમ પોરબંદર


પોરબંદરના આગામી ૨૫ વર્ષના વિકાસની બ્લુ પ્રિન્ટ તૈયાર કરતી ટીમ પોરબંદર

વિઝન પોરબંદર@૨૦૪૭ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો સમાવેશ કરી પ્રવાસન-ઇકો ટુરીઝમ, ફીશરિઝ અને પ્રાકૃતિક ખેતી-આવકને વિસ્તારવાનુ દીર્ધદ્રષ્ટિ ભર્યુ આયોજન

*******************************

આગામી બે થી અઢી દાયકામાં પોરબંદરને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવાના પ્લાનમાં જનભાગીદારી પણ મહત્વની: લોકોના સૂચન પણ આવકાર્ય: કલેકટર શ્રી અશોક શર્મા

*******************************

કલેકટર અને ટીમ પોરબંદરને અભિનંદન પાઠવતુ રાજ્ય પ્રશાસન

પોરબંદર તા,૨૩. સુશાસન સપ્તાહ (૧૯ થી ૨૫ ડિસેમ્બર ૨૦૨૨) અંતર્ગત પોરબંદર જીલ્લા ટીમે જીલ્લાના સર્વગ્રાહી વિકાસની રૂપરેખા ઘડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ભારતના અમૃતકાળ (૨૦૨૨ થી ૨૦૪૭) દરમ્યાન જુદા જુદા ક્ષેત્રોમાં વિકાસ સાધવાનાં આયામો પર વિચાર કરી વિઝન પોરબંદર@૨૦૪૭ તૈયાર કરવામાં આવ્યું. જેમા પોરબંદર જિલ્લાનુ વિઝન તથા મીશન નક્કી કરાયુ છે. જિલ્લા કલેકટરશ્રી અશોક શર્માએ પત્રકાર મિત્રોને વિઝન ૨૦૪૭ વિશે વિગતવાર જાણકારી આપી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતુ કે, અમૃતકાળ દરમિયાન પોરબંદર જિલ્લામા હેરિટેઝ એન્ડ ટુરીઝમ, ખેતી અને પશુપાલાન, ફીશરિઝ,આરોગ્ય, હુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર,સામાજિક કલ્યાણ અને ગ્રામિણ વિકાસ, પર્યાવરણ અને જૈવવિવિધતા, આર્થિક વિકાસ સહિત ક્ષેત્રે ૨૦૪૭ મા પોરબંદરના વિકાસ સંદર્ભે બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઇ છે. આ ડોક્યુમેન્ટેશનનું તાજેતરમા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયા દ્રારા વિમોચન કરાયુ હતુ.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રિવેન્સીઝ (DARPG) ની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન રજુ કરવા આમંત્રિત કરાયેલા દેશના ૨ જિલ્લાઓમા પોરબંદરનો સમાવેશ કરાયો હતો. જે બદલ જિલ્લા કલેકટર અને ટીમ પોરબંદરને રાજ્ય પ્રશાસને અભિનંદન પાઠવ્યા હતા. વેબસાઇટ visionporbandar2047@gmail.com ઉપર જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકો તેમાં પોતાનાં સુચનો મોકલી શકે છે. જિલ્લાના સપ્ત અમૃત સંકલ્પ નક્કી કરાયા છે. જેમા સુરક્ષિત, સમૃધ્ધ, સમરસ, સુશીક્ષિત, સુપોષિત,સ્વસ્થ અને સ્વચ્છ. આ કામગીરી માટે અધિકારીઓ ટીમ બનાવીને કામ આરંભી દીધુ છે. અને આગામી ૧૫ ઓગસ્ટના સુધીમા વિગતવાર એકશન પ્લાન બનશે. આગામી બે દાયકામાં પોરબંદર ને ક્યાં લઈ જવું છે જે અંતર્ગત વિકાસની આ યાત્રામાં જન ભાગીદારીની પણ આવશ્યકતા છે.જેમા સ્વૈચ્છિક સંસ્થાઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, આઇ.આઇ.ટી.ગાંધીનગર, વિદેશમા વસતા પોરબંદરવાસીઓ પણ સહયોગ આપશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.