નેત્રંગ તાલુકાના જુદાં- જુદાં ગામોમાં ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે શેરીનાટકના કાર્યક્રમો યોજાયા
નેત્રંગ તાલુકાના જુદાં- જુદાં ગામોમાં ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે શેરીનાટકના કાર્યક્રમો યોજાયા
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા,અરેઠી અને કવચિયા ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ ૨ અંર્તગત ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા શેરીનાટકના કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગ્રામિણ વિસ્તારના લોકોને નાટક ભજવતા કલાકારો દ્વારા તે વિસ્તારમાં બોલાતી લોકબોલી સાથે પરંપરાગત વેશભૂષાના વિનિયોગ થકી ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જ્ઞાન સાથે ગમ્મત પિરસતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્વારા કરવામાં આવ્યું હતું. આગવી વેશભૂષા અને લોકબોલીમાં શેરી નાટક થકી સ્વચ્છતાનો સંદેશો આપવા રહ્યો છે.ત્યારે સ્વચ્છતા રાખવાની આદત કેળવાઈ અને ભાવી પેઢીને ઉજજવળ ભવિષ્ય આપી શકાય માટે લોકોને પ્રતિજ્ઞા લેવડામાં આવી હતી.
નેત્રંગ તાલુકામાં યોજાયેલા શેરી નાટકના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા કો-ડીનેટર દીપકભાઈ પટેલ, નેત્રંગ તાલુકાના બ્લોક કો-ડીનેટર દિનેશ વસાવા, આઈઈસી એક્ષ્પર્ટ જયેશભાઈ પટેલ, ક્લસ્ટર કો-ડીનેટર સતિષભાઈ તેમજ પ્રિયંકાબેન તેમજ ગામના સરપંચો અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મગનભાઈ વસાવા તેમજ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી શેરી નાટકના કાર્યક્રમને માણ્યો હતો
.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.