આર્ટસ કૉલેજ મોડાસા એન. એસ. એસ ની વાર્ષિક શિબિર શીનાવાડ ખાતે યોજાઈ
મ. લા. ગાંધી ઉં. કે મંડળ સંચાલિત શ્રી આર્ટ્સ કોલેજ મોડાસા ની વાર્ષિક શિબિર શીના વાડ મુકામે યોજાઇ ગઈ. જેમાં ઉદઘાટન સમારોહ માં શ્રી ધિરેનભાઈ પ્રજાપતિ, આચાર્ય શ્રી ડૉ દીપક જોષી અને ઉદઘાટક તરીકે nss કો ઓ. ડૉ.જે. ડી. ડામોર, સરપંચ શ્રી રમેશભાઈ ખાંટ, ગ્રામ જનો તેમજ આચાર્ય શ્રી કનુભાઈ પરમાર અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા,તેમજ સમાપન સમારોહ માં પ્રભારી મંત્રી શ્રી મહેન્દ્ર ભાઇ શાહ,ગ્રામજનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાત દિવસીય શિબિર માં પર્યાવરણ અને આરોગ્ય જાગૃતિ માટે જૂદી જૂદી પ્રવ્રુત્તિ ઓમાં ખાસ કરીને આરોગ્ય લક્ષી તેમજ વ્યાખ્યાન.સ્પર્ધાઓ, ગ્રામ સફાઈ અને થેલે સેમિયા, બ્લડ ડોનેશન , સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્વયંસેવકો, ગ્રામ જનો જોડાયા હતા અને સફળ બનાવ્યો હતો. શિબિર સંચાલન માં ડૉ દિગ્ગજ શાહ અને પ્રા.એમ. બી દેશમુખ એ યોગદાન આપ્યું હતું. કાર્ય ક્રમ ની સફળતામાં કૉલેજ પરિવાર, મંડળ નાં પ્રમુખ શ્રી નવીન ચંદ્ર મોદી. શાળા પરીવાર એ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.