ગારીયાધારનાં પરવડી ગામે શ્રી પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષકો-વિધ્ધાર્થીઓ દ્વારા પતંગ દોરીનો નાશ કરવામાં આવ્યો
ગારીયાધારનાં પરવડી ગામે શ્રી પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષકો-વિધ્ધાર્થીઓ દ્વારા પતંગ દોરીનો નાશ કરવામાં આવ્યો
શ્રી પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષકો -વિધ્ધાર્થીઓ દ્વારા પતંગ દોરીનો નાશ કરાયો ઉતરાયણના તહેવાર દરમિયાન દોરી પતંગથી માનવ તેમજ પશુ-પક્ષીઓને જાનહાની થતી હોય છે તેમજ પર્યાવરણ માટે પણ ખતરા રૂપ હોય છે
ત્યારે પરવડી ખાતે શ્રી પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષકો -વિધ્ધાર્થીઓ દ્વારા શેરી.ગલ્લીઓ.વ્રુક્ષોપર.તેમજ વિજપોલ લટકતી દોરીઓ પતંગો એકઠી કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો
તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા હેલ્પ નંબર બહાર પાડી ઘાયલ પશુ-પક્ષીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે
પરંતુ શ્રી પરવડી બ્રાન્ચ શાળાના શિક્ષકો -વિધ્ધાર્થીઓ દ્વારા પશુ -પક્ષીઓને જાનહાની ન થાય તેમજ પર્યાવરણને પણ નુકસાન થાય તે હેતુ એક સરાહનીય કામગીરી હાથ ધરી જીવદયાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું
આ સરાહનીય કામગીરીમાં શાળાના શિક્ષકો પરેશભાઈ હિરાણી.કલ્પેશભાઇ ચુડાસમા.અરવિદભાઇ સિંગલ તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તમ કામગીરી કરી જીવદયાનુ ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું
રીપોઠર-અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.