કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2023 નો રેસ્ક્યુ સેન્ટર કેમ્પ યોજાયો હતો.
કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2023 નો રેસ્ક્યુ સેન્ટર કેમ્પ યોજાયો હતો.
અમદાવાદ ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે જી. બી. શાહ કોલેજ પાસે કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેઇન 2023 નો રેસ્ક્યુ સેન્ટર કેમ્પ યોજાયો હતો.
ઉત્તરાયણનો ત્યોહાર ખૂબજ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે પણ આપણી એક શ્રેણની ખુશી કોઈના માટે જીવનભરની સજા બની જાય છે. ઉત્તરાયણનો તહેવાર એ પક્ષીઓ માટે એક કમનસીબ માનવસર્જિત સંકટ છે. ઉત્તરાયણમાં હજારો પક્ષીઓ કાચ પાયેલી દોરીથી તેમની પાંખ કે અન્ય ભાગ ઉપર ઈજા પામે છે. કેટલાક પક્ષીઓ કાયમ માટે અપંગ બને છે કે મૃત્યુ પામે છે.
સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે શ્રી નીરવભાઈ બક્ષી (કોંગ્રેસ અમદાવાદ શહેર પ્રમુખ અને દરિયાપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર - કોંગ્રેસ) એ વાસણા કૅમ્પની મુલાકાત લીધી હતી અને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી.
ઝંખના શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે આ પક્ષી ઉપર ગુંચવાયેલી દોરીને કાઢવા પ્રયત્ન ના કરશો તેમ કરવાથી પક્ષીને વધુ નુકશાન થાય છે. પક્ષી ઉપર પાણી ના છાંટો. પક્ષીને શક્તિ મળશે તેમ વિચારી તેની ચાંચમાં ખોરાક કે પાણી બળપૂર્વક આપવાનો પ્રયત્ન ના કરશો. આમ કરવાથી પક્ષીને નુકશાન થઈ શકે છે. જો પક્ષીને લોહી નીકળતું બંધ ના થતું હોય તો એવા સંજોગોમાં તેના ઘા ઉપર ધીમેથી રૂ મૂકીને લોહી નીકળતું બંધ થાય તેમ કરવું. તમે જાતે પક્ષી ઉપર કોઈ દવાનો ઉપયોગ ના કરશો પરંતુ પક્ષી બચાવ કેન્દ્ર ખાતે પક્ષીના ડોક્ટરની મદદ લો. સમય બગાડ્યા વગર પક્ષીને “પક્ષી બચાવ કેન્દ્ર” પહોચડવું.
ઉત્તરાયણનો ત્યોહાર તો એક દિવસમાં જતો રહે છે પણ એના દર્દનાક નિશાન છોડતો જાય છે. આપણા પતંગની દોરીઓ જ્યાં જ્યાં પડી હોય છે ત્યાં પક્ષી બેસે એટલે એમના પગમાં અથવા પાંખમાં ભરાય છે અને આ દોરીના લીધે ઓગસ્ટ મહિના સુધી ઘાયલ પક્ષીઓ મળે છે. કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમારા ઘરની આજુબાજુના વૃક્ષ, થાંભલા, તાર અને જમીન ઉપરથી દોરીઓ દૂર કરવા માટે અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.