સાબરકાંઠા જિલ્લાના-: કેથોસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ટાઇલ્સ પ્રીન્ટીંગના ડીઝીટલ પ્રીન્ટર હેડની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીઓ પાસેથી કુલ ૯,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……
સાબરકાંઠા જિલ્લાના-: કેથોસ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ટાઇલ્સ પ્રીન્ટીંગના ડીઝીટલ પ્રીન્ટર હેડની ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી આરોપીઓ પાસેથી કુલ ૯,૬૦,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા........
------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા જી તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા જી નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અન્વયે પોલિસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ તથા પોલિસ કોન્સ્ટેબલ અમરતભાઇ,પ્રહર્ષકુમાર, અનિરૂધ્ધસિંહ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ રમતુજી વિગેરે એલ.સી.બી, સ્ટાફના માણસો ગઇ તા.૧૪/૦૧/૨૦૨૩ ના રોજ હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં,તે દરમ્યાન પો.કો. અમરતભાઈ તથા અનિરૂધ્ધસિંહ નાઓને બાતમીદાસ્થી બાતમી મળેલ કે "એક ઈસમે લીલા કલરનું ઝેકેટ તથા વાદળી કલરનું જીન્સ શર્ટ પહેરેલ છે..
બીજા ઇસમે ડી એન્ડ જી કંપનીનું વાદળી કલરનું ઝેકેટ તથા વાદળી કલરનું જીન્સ શર્ટ પહેરેલ છે જેમણે કેથોર ટાઈલ્સ પ્રા.લી. કંપનીમાંથી ત્રણ ટાઈદરા પ્રીન્ટીંગના ડીઝીટલ પ્રીન્ટર હેડની ચોરી કરેલ છે અને તેઓ હિંમતનગર સાબરડેરી પારો તેને વેચવાની ફિરાકમા ફરે છે”જે બાતમી અધારે બાતમીવાળી જગ્યાએ જતાં હિંમતનગર સાબરડેરીની સામે રોડની બાજુમા ઉપરોક્ત બાતમી મુજબના બે ઇસમ ઉભેલ હોઇ જે બન્ને ઇસમોનુ નામઠામ પુછતાં પોતાનું નામ (૧) હિતેષભાઇ ભુરાભાઇ પીહાભાઇ ગામત (બ્રાહ્મણ) ઉ.વ.૨૧ રહે,ચાંદરવા,હરીજન વારા તા.વાવ જી.બનાસકાંઠા (૨) નીતેષભાઈ પીરાભાઈ ગજાભાઈ જોષી (બ્રાહ્મણ) ઉં.વ.૨૧ રહે.રાબડી પાદર, જોષી વાસ તા.વાવ જી.બનાસકાંઠાવાળો હોવાનું જણાવેલ સદર ઇસમોની અંગ ઝડતી કરતાં સદર ઇસમો પાસેથી ત્રણ પ્રીન્ટીંગના ડીઝીટલ પ્રીન્ટર હેડ મળી આવેલ,જે બાબતે સદર ઇસમોને પુછપરછ કરતાં સદર ઇસમોએ જણાવેલ કે *"આ ત્રણેય પ્રીન્ટીંગના ડીઝીટલ પ્રીન્ટર હેડ આજથી આશરે વીસેક દિવસ પહેલા ગુલાબની મુવાડી ગામની સીમમાં આવેલ કેથોસ ટાઇલ્સ પ્રા.લી.કંપનીમાંથી ટાઇલ્સ પ્રીન્ટીગના ડીઝીટલ પ્રીન્ટર હેડ નંગ-૩ ની અમો બન્નેએ ચોરી કરેલ છે..*"
તેવું જણાવતાં સદર બનાવ બાબતે તપાસ કરતાં તલોદ પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૯૦૪૯૨૩૦૦૧૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૮૧,૧૧૪ મુજબનો ગુન્હો નોંધાયેલ છે. સદરી ઈસમો પાસેથી મળી આવેલ પ્રીન્ટીંગના ડીઝીટલ પ્રીન્ટર હેઠ નંગ-૧ ની કિ.રૂ.૩,૨૦,૦૦૦/- લેખે ત્રણ નંગની કિ.રૂ.૯,૬૦,૦૦૦/- ની ગણી મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરી આરોપી (૧) હિતેષભાઈ ભુરાભાઈ વીહાભાઇ ગામત (બ્રાહ્મણ) ઉ.વ.૨૧ રહે.ચાંદરવા, હરીજન વાસ તા.વાવ જી.બનાસકાંઠા (૨) નીતેષભાઈ પીરાભાઈ ગજાભાઇ જોષી (બ્રાહ્મણ) ઉ.વ.૨૧ રહે.રાબડી પાદર, જોષી વાસ તા.વાવ જી.બનાસકાંઠા નાઓને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ તા.૧૪/૦૧/૨૦૨૩ ના રોજ કલાક ૧૩/૩૦ વાગે ડીટેઇન કરી હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
ક્રાઈમ રિપોર્ટર-:
મોહંમદશફી તાંબડીયા
સાબરકાંઠા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.