સાબરકાંઠા જિલ્લામાં-: રાજસ્થાનની બે બાઇક ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ ચાર મોટરસાઇકલ કિં.રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા...... - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: રાજસ્થાનની બે બાઇક ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ ચાર મોટરસાઇકલ કિં.રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……


સાબરકાંઠા જિલ્લામાં-: રાજસ્થાનની બે બાઇક ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલી કુલ ચાર મોટરસાઇકલ કિં.રૂ.૧,૧૫,૦૦૦/-નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા........
----------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા જી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા જીનાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચોરીના ગુન્હાઓને શોધી કાઢવા તથા આરોપીઓ પકડવાની અસરકારક કામગીરી કરવા આપેલ સુચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.પી.રાણાનાઓ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સતત પ્રયત્નશીલ રહેલ..

તે દરમ્યાન એ.એસ.આઇ.જુલીયેટભાઇ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ,મોહમ્મદ સલીમભાઇ,કલ્પેશકુમાર તથા પોલિસ કોન્સ્ટેબલ રાજેશકુમાર,મીતરાજસિંહ, જશુભાઇ,વિરેન્દ્રકુમાર,પોલીસ કોન્સ્ટેબલ નીરીલકુમાર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ ચંન્દ્રસિંહ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાજેશકુમાર તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જશુભાઇનાઓને સંયુક્ત માહિતી મળેલ કે "રાજસ્થાન ખાતે મો.સા.ચોરીઓ કરતા બે ઇસમો બે અલગ અલગ સોન્ડર પ્લસ મો.સા.ઉપર ગાંભોઇથી હિંમતનગર તરફ આવી રહેલ છે..

*"જે માહિતી આધારે કાંકણોલ ગામની સીમમાં હનુમાનજી મંદિરની સામેની બાજુ રોડ ઉપર વોચ ગોઠવી બાતમી મુજબના બે મોટરસાઇકલો આવેલ હોય જેઓનું નામાઠામ પુછતાં (૧) હરીશ સન ઓફ કાન્તીલાલજી કાળુજી કટારા ઉ.વ.૨૦ રહે.ચિખલા ભરધા તા.રૂષભદેવ(કેશરીયાજી) જી.ઉદેપુર રાજસ્થાન તથા (૨) સુનિલ ઉર્ફે સોનુ રામલાલ પુજાજી કટારા ઉ.વ.૨૦ રહે.ચિખલા ભરધા તા.રૂષભદેવ(કેશરીયાજી) જી.ઉદેપુર રાજસ્થાનના હોવાનું જણાવેલ હોય જે બન્ને પાસેથી મળી આવેલ મોટરસાઇકલો બાબતે તપાસ કરતાં ચોરીની હોવાનું જણાઇ આવેલ હોય જેથી બન્ને પકડાયેલ બન્ને ઇસમોને એલ.સી.બી.કચેરી ખાતે લાવી યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતાં તેઓ પાસે પકડાયેલ મો.સા.ઓ સિવાય બીજી મો.સા.ઓ રાયગઢ નજીક સંતાડી રાખેલ હોય,જે મો.સા.ઓ.આરોપીને સાથે રાખી કબ્જે કરવામાં આવેલ છે*..

બન્ને આરોપીઓને હિરણમગરી પોલીસ સ્ટેશન જી.ઉદેપુર ગુ.ર.નં.૦૫૦૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના કામે તા.૧૩/૦૧/૨૦૨૩ ના રોજ ડીટેઇન કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.આ કામે આરોપી હરીશ સન ઓફ કાન્તીલાલજી કાળુજી કટારાનાએ બે દિવસ પહેલાં હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ મોટરસાઇકલ રજી નંબર RJ27BE9809 ની ઉદેપુર શહેર ખાતેથી ચોરી કરેલ જે બાબતે હિરણમગરી પોલીસ સ્ટેશન જી.ઉદેપુર ગુન્હો રજીસ્ટર નંબર ૦૧૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે..

આ કામે આરોપી હરીશ સન/ઓફ કાન્તીલાલજી કાળુજી કટારા તથા સુનિલ ઉર્ફે સોનુ રામલાલ પુજાજી કટારા નાએ આજથી આશરે સાડા ત્રણેક મહિના પહેલાં ઉદેપુર નજીકથી એક હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ મોટરસાઇકલ ની ચોરી કરેલ જે બાબતે હિરણમગરી પોલીસ સ્ટેશન જી.ઉદેપુર ગુ.ર.નં.૦૫૦૦/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.આ કામે આરોપી હરીશ સન/ઓફ કાન્તીલાલજી કાળુજી કટારા તથા સુનિલ ઉર્ફે સોનુ રામલાલ પુજાજી કટારા એ આજથી આજથી આશરે છ મહિના પહેલાં કેશરીયાજી પગલેજી રોડ ખાતેથી એક હિરો હોન્ડા કંપનીનું સ્ટેન્ડર પ્લસ મોટરસાઇકલની ચોરી કરેલ હતી.આ કામે આરોપી હરીશ સન/ઓફ કાન્તીલાલજી કાળુજી કટારા તથા સુનિલ ઉર્ફે સોનુ રામલાલ પુજાજી કટારા નાએ આશરે બે મહિના પહેલાં ડુંગરપુર બજાર ખાતેથી એક હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ મોટરસાઇકલ ની ચોરી કરેલ હતી.ઉપરોક્ત ચારેય ચોરીમાં ગયેલ મો.સા.ઓ આ કામના આરોપીઓ પાસેથી રીકવર કરવામાં આવેલ છે..
પકડાયેલ આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ- જેમાં એક કાળા કલરનું સફેદ પટ્ટાવાળું હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ મોટરસાઈકલ રજી નંબર-RJ27BE9809 કિ.રૂ.૩૦,૦૦૦/-
એક હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ MBLHAR08034M03111મોટરસાઇકલ એન્જીન રજી.નંબર વગરની ચેચીસ નંબર નંબર HA10AG34M06937 કિં.રૂ.૩૦,૦૦૦/-તથા એક કાળા કલરનું સફેદ પટ્ટાવાળું હિરો કંપનીનું સ્પેન્ડર પ્લસ મોટરસાઈકલ રજી. નંબર વગરનું જેનો ચેચીસ નંબર MBLHA10AME4M00723 તથા એન્જીન નંબર | HA10EJE4M00739 કિ.7,30,000/- એક કાળા કલરનું વાદળી-સફેદ પટ્ટાવાળું હિરો હોન્ડા કંપનીનું એન્ડર પ્લસ મોટરસાઇકલ રજી. નંબર વગરનું જેનો ચેચીસ નંબર અવાચ્ય છે તથા એન્જીન નંબર HA10EFBHM91236રૂ.૨૫,૦૦૦ /-મુદ્દામાલની કુલ કિંમત રૂ.૧,૧૫,૦૦૦/-આ કામગીરીમાં એ.લ.સી.બી શાખાના અધિકારી અને કર્મચારીઓએ પ્રશસનીય કરેલ છે.

ક્રાઇમ રિપોર્ટર-:
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.