આટકોટ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવેલ
આટકોટ પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવેલ
આટકોટ પોલીસ અંતર્ગત ગોંડલના ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આટકોટ ગામની વિદ્યાવિહાર હાઈસ્કૂલમાં લોકદરબાર યોજાયો, જેમાં ચેતનભાઇ પંચોલી, મનસુખભાઈ હિરપરા, મનસુખભાઈ ડામસિયા, સુનિલભાઈ ખોખરીયા, વિજયભાઈ ધમલ, સુરેશભાઈ ખોખરીયા, દિનેશભાઈ સિદ્ધપરા, મહેન્દ્રભાઈ વ્યાસ વગેરે જેવા ઘણા બધા રાજકીય,સામાજિક, શૈક્ષણિક આગેવાનો તથા વેપારીમિત્રો તેમજ આટકોટ પોલીસ સ્ટાફના કર્મચારીગણ અને પત્રકાર મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આટકોટ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.એચ.સિસોદિયા સાહેબેએ સ્વાગત પ્રવચન કર્યું તેમજ વ્યાજકંદ બાબતે માર્ગદર્શન આપેલ તેમજ ડી.વાય.એસ.પી. ઝાલા સાહેબ દ્વારા ૩૧ જાન્યુઆરી સુધી વ્યાજંદવાદ વિરોધી ચાલુ રહેશે તેની માહિતી અને માર્ગદર્શન આપેલ. આટકોટ પંથક તેમજ આજુબાજુ વિસ્તારમાં વ્યાજ વટાવની કામગીરી થતી હોય તેમજ ભોગ બનેલ નાગરિકે ગભરાયા વગર પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો તેમજ સરકારશ્રીની વિવિધ લોન યોજનાઓ વિશે આટકોટ બ્રાન્ચના એસ.બી.આઇ. ના બેન્ક મેનેજર પટેલ સાહેબ દ્વારા વિશેષ માર્ગદર્શન આપેલ હતું અને આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા કરવામાં આવેલ.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.