નેત્રંગ ટાઉનના ગાંધી બજાર ખાતેની પ્રાથમિક કુમાર-કન્યા શાળામાં આનંદ મેળો યોજાયો.
નેત્રંગ ટાઉનના ગાંધી બજાર ખાતેની પ્રાથમિક કુમાર-કન્યા શાળામાં આનંદ મેળો યોજાયો.
નેત્રંગ ટાઉનનાં ગાંધી બજાર ખાતે આવેલ પ્રાથમિક કુમાર-કન્યા શાળામાં આનંદ મેળો યોજાયો બાળકો માં સર્જનાત્મક શક્તિઓને વિકાસ થાય તથા બાળકોને ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાન ની સમજ કેળવાય તથા વિવિધ કૌશલ્યો નો વિકાસ થાય તેવા હેતુસર આણંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આનંદ મેળામાં ગામના તમામ ગ્રામજનો તથા આજુબાજુની શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ આનંદ મેળો જોતા ટાઉનનું ખાની પીની નું બજાર યાદ આવે એવું હતું ખૂબ જ સુંદર આયોજન અને શિક્ષણનું આ એક સરાહનીય પગલું કહેવાય. પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અનીતાબેન વસાવા અને કન્યા શાળાનાં આચાર્ય પિયુષભાઈ પટેલ તથા શાળાનો તમામ સ્ટાફ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આણંદ મેળાની અંદર વિવિધ સ્ટોલ હતા જેમાં અલગ અલગ વાનગીઓ બાળકો દ્વારા બનાવવામાં આવી હતી. તેમજ તે વાનગીઓની મજા બાળકો તથા ગ્રામજનો અને શિક્ષકોએ માણી હતી.
આનંદ મેળાને બી.આર.સી.કો હિરેનભાઈ પટેલ દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.