વિસાવદર તાલુકાના મોણપરી મોટી ગામે સાદા બલ્બ/લેમ્પ દૂર કરી LED સ્ટ્રીટ લાઈટ ફિટ કરવા જનસરકાર ગ્રુપની રજુવાત - At This Time

વિસાવદર તાલુકાના મોણપરી મોટી ગામે સાદા બલ્બ/લેમ્પ દૂર કરી LED સ્ટ્રીટ લાઈટ ફિટ કરવા જનસરકાર ગ્રુપની રજુવાત


આપ સાહેબને ઉપરોકત બાબતે જણાવવાનું કે, અમો અરજદાર ધર્મેશ એચ. કાનાણી તથા અમારા જન સરકાર ગ્રુપને ગ્રામજનો દ્વારા રજુવાતો આવેલ છે કે, વિસાવદર તાલુકાના મોણપરી મોટી ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ-રસ્તા પર શહેરી લાઈટ તરીકે સાદા લેમ્પ આવેલા છે. સરકારશ્રી ના નીતિ નિયમો મુજબ LED સ્ટ્રીટ લાઈટની જોગવાઈ હોય પણ હજુ આજદિન સુધી અમારા ગામમાં આ સાદા લેમ્પો જ કેમ આવેલા છે ? અને જે ફિટ થયેલ લેમ્પો/બલ્બો આવેલ છે તે પણ ખૂબ દૂર દૂર અંતરે ફિટ કરવામાં આવેલ છે જેનું અંતર ઘટાડી નવી લાઈટો ફિટ કરવામાં આવે અને જયા દિવાબતીની સુવિધા જ નથી ત્યાં સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ આ સ્ટ્રીટ લાઈટ અંગેના કામની તપાસ કરી કરાવડાવી યોગ્ય કાર્યવાહી કરી કરાવડાવી અમારા ગામમાં LED સ્ટ્રીટ લાઈટ ફિટ કરવામાં આવે તેવી અમારીમાંગ છે

રિપોર્ટ હરેશમહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.