વિસાવદર તાલુકાના અંબાજળ ડેમ જગતના તાત એવા ખેડૂત માટે જીવાદોરી સમાન. - At This Time

વિસાવદર તાલુકાના અંબાજળ ડેમ જગતના તાત એવા ખેડૂત માટે જીવાદોરી સમાન.


વિસાવદર તાલુકાના અંબાજળ ડેમ જગતના તાત એવા ખેડૂત માટે જીવાદોરી સમાન.
વિસાવદર
વિસાવદર થી 7 કી. મી. સતાધાર ધામ પાસે આવેલ આંબાજળ ડેમ ખેડૂતો માટે અત્યારે જીવાદોરી સમાન પુરવાર બની છે. અત્યારે વિસાવદર, સતધાર, જાંબુડી, પ્રેમપરા, રામપરા વગેરે ગામોમાં આ ડેમમાંથી પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત આજુબાજુના ગામડાઓમાં સિંચાઈ માટે પણ કેનાલ દ્વારા હાલ પાણી પૂરું પાડવામાં આવે છે.
લગભગ 2000 હેક્ટર ઉપર આજુબાજુના ગામડાઓમાં કેનાલ મારફતે પાણી પહોંચાડી ખેડૂતોના પાકને સફળ બનાવવામાં આ આંબાજળ ડેમ આશીર્વાદરૂપ બની છે. અત્યારે શિયાળાની ઋતુમાં વાડી, કુવા, બોર, ના પાણીના તળ નીચા જતા રહ્યા હોવાને કારણે ખેડૂતોનો તૈયાર થયેલ પાક થોડા પાણીની ખેંચને કારણે નિષ્ફળ જતો હોય છે. તેવા સમયે આ કેનાલના પાણી આપી પાક લેવામાં આવે છે. માટે આ આંબાજળ ડેમ કેનાલ ખેડૂતો માટે હાલ તો ખુબ લાભદાયી છે તેમ, ખેડૂતો પાસેથી જાણવા મળ્યું હતું.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.