પ્રાકૃતિક કૃષિ ઓફિસર ડી.જી પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા અને વખતપર ગામની મુલાકાત લીધી.
તા.12/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પ્રાકૃતિક કૃષિ કામગીરીની સમીક્ષા સંદર્ભે પ્રાકૃતિક કૃષિ ઓફિસર-OSDશ્રી ડી. જી. પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા અને વખતપર ગામની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન સાયલા ગામના ખેડૂત દિનેશભાઈ સોનગરા અને વખતપર ગામના ખોડાભાઈ સભાણીના ફાર્મની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ડી.જી. પટેલ દ્વારા જિલ્લામાં ચાલતી પ્રાકૃતિક કૃષિની કામગીરી અંગે ખેડૂતો સાથે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી તથા પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો ખેડ, ખાતર , નિંદણ નિયંત્રણ અને જંતુનાશકોના છંટકાવ વગર નહીવત ખર્ચે ગુણવત્તા સભર ઉત્પાદન દ્વારા વધારે નફો મેળવે છે તેની વિસ્તૃત અને તલસ્પર્શી વિગતો જાણી હતી વિશેષ જિલ્લામાં ચાલતી પ્રાકૃતિક કૃષિ મિશનની કામગીરી અંગેની માહિતી આત્મા પ્રોજેક્ટના જિલ્લા નિયામક ભરત એ. પટેલ પાસેથી મેળવી હતી. મુલાકાત દરમિયાન આત્મા પ્રોજેક્ટ સુરેન્દ્રનગર ડેપ્યુટી ડાયરેક્ટર ભુવા, સાયલા તાલુકાના બી.ટી.એમ. કોમલબેન અને એ.ટી.એમ. જગદીશભાઈ સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.