ઉપલેટામાં સામાન્ય બાબતે બબાલ સર્જી ત્રણ યુવકો પર કરાયો હુમલો: ત્રણ વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ - At This Time

ઉપલેટામાં સામાન્ય બાબતે બબાલ સર્જી ત્રણ યુવકો પર કરાયો હુમલો: ત્રણ વ્યક્તિઓ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ


મુસ્લિમ યુવકો દ્વારા છરી જેવા હથિયાર વડે ત્રણ આહીર યુવકો પર કર્યો હુમલો

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૧ જાન્યુઆરી ૨૦૨૩, ઉપલેટા શહેરની કટલેરી બજારમાં એક ટુ વ્હીલ ચાલક ખરીદી કરી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કટલરી બજારમાં ચોક પાસે પહોચતા એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈ રહ્યો હતો તે દરમિયાન બંને સામ-સામે આવી જતા મોટરસાયકલ ચાલકે સોરી કહી નીકળવાની વાત કરી હતી જે બાબતે નજીકમાં રહેલ અન્ય એક રીક્ષા ચાલકે ઉગ્ર બની બબાલ સરજી હતી જેમાં આ બબાલની અંદર ઝપાઝપી થતા ત્રણ યુવકો પર છરી જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ઉપલેટામાં થયેલી બબાલમાં ઇજાગ્રસ્ત મોહિત રાજશીભાઈ સોલંકી નામના યુવકે ઉપલેટા પોલીસ મથકમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ કરી છે જેમાં ઇજાગ્રસ્ત યુવકે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓ પોતાની ખરીદી કરી અને ઘર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન કટલેરી બજારના ચોકમાં એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા આગળ પાછળ કરી રહ્યો હતો જે દરમિયાન બંને આમને સામને આવી જતા ફરિયાદી સોરી કહી નીકળવા જતા નજીકમાં ઉભેલા એક રીક્ષા ચાલકે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી જે બાદ ઉગ્ર બોલાચાલી બાદ થોડા સમયમાં અન્ય વ્યક્તિઓ આવી ગયા હતા અને બબાલ વધુ ઉગ્ર બની હતી ત્યારે આ બબાલની અંદર ફરિયાદી મોહિત સોલંકીની સાથે સાથે કલ્પેશ કરસનભાઈ મારૂ અને દીપક મેરામણભાઈ સુવા નામના વ્યક્તિઓ પર છરી જેવા હથિયાર વડે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ બબલમાં ત્રણેય પર હુમલો કરાતા ત્રણેય વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી જે બાદ ઇજાગ્રસ્તોને તુરંત ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઉપલેટા શહેરમાં થયેલી આ બબાલ બાદ ઇજાગ્રસ્ત અને ફરિયાદી મોહિત સોલંકીએ ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં હુસેન હબીબશા સરવદી, મોઈન બાપુ અને જકિર ધરાર નામના ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે ઉપલેટા પોલીસે સમગ્ર બાબતે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રકારની બબાલો બાબતે છેલ્લા ઘણા સમયથી છરી વડે હુમલો કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લા વિસ્તારની અંદર છરી વડે હુમલો કરવાના અને કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને હત્યાઓ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે લોકોમાં પણ ભયનો માહોલ છે અને સાથે સાથે ભયભીત લોકો પોતાની વ્યથા ઠલવતા જણાવતા હતા કે પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ કરવામાં આવે તેમજ વાહન ચેકિંગ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર રીતે ઘાતક હથિયારો લઈને ફરતા વ્યક્તિઓ સામે પણ ગુનો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરી લોકોને ભય મુક્ત કરી સુરક્ષિત બનાવવા જોઈએ અને આ પ્રકારની છરી વડે હુમલાની ઘટના ન બને તેવું કડક પગલું લેવું જોઈએ તેવું પણ લોકોએ જણાવ્યું છે.

આ સાથે લોકોએ પણ જણાવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ કથળી રહી છે જેમાં રીઢા ગુનેગારો, બુટલેગારો, આવારા તત્વો અને આતંક મચાવતા તેમજ જ્યાં ત્યાં બબાલ સર્જતાં લોકો બેફામ પોતાની મનમાની ચલાવે છે ત્યારે આ વિસ્તારની અંદર કાં તો અધિકારી કડક બને અથવા તો કોઈ દમદાર અને કડક અધિકારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અધિકારી લાવીને સ્થિતિ સુધારવા અને કાબૂમાં લેવા માટેની કામગીરી કરે તો આ પ્રકારની સ્થિતિ કાબુમાં આવી શકે તેમ છે અન્યથા સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હોવાનું પણ લોકોએ જણાવ્યું છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.