ટ્રાફિક સમસ્યા હલ કરવા ગુજરાતમાં પ્રથમ રાજકોટ પોલીસે કર્યો MOU, એપ્લિકેશન મદદથી જાણી શકાશે ટ્રાફિક સમસ્યા
શું એપ્લિકેશન ઉપયોગથી હલ થશે ટ્રાફિક સમસ્યા?
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા એ પ્રાણ પ્રશ્ન છે તેવામાં ટ્રાફિક વિભાગમાં નવા ડીસીપીની નિમણુંક બાદ ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એપ લોન્ચ કરવામાં આવી છે. આ ટ્રાફિક એપ દ્વારા લોકોને ટ્રાફિકજામ, રોડ બંધના ચોક્કસ અપડેટ સહીત તમામ સુવિધા આંગળીના ટેરવે મળી રહેશે. આ માટે રાજકોટ પોલીસ દ્વારા મેપ માય ઇન્ડિયા સાથે ખાસ MOU કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશન ભારતમાં જ બનેલ છે અને ગુગલ મેપ કરતા સારી એપ્લિકેશન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જો કે આ એપ્લિકેશન મદદથી શું રાજકોટ પોલીસ ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ અપાવી શકશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.