અમારી લારી પાસે કેમ પાણી કાઢો છો?: પ્રૌઢાને પિતા-પુત્રએ ધોકા વડે મારમાર્યો
જૂનો મોરબી રોડ કચ્છી લોહાણાની વાડીવાળી શેરીમાં રહેતા મંજુબેન સુરેશભાઈ ગોહેલ(સગર) (ઉ.વ.57)એ ફરિયાદમાં પ્રતીક અશોકભાઈ રામાણી અને તેમના પિતા અશોકભાઈ રામાણીનું નામ આપતા તેમની સામે ગુન્હો નોંધાયો હતો. મંજુબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ ફુડ ઝોનમાં મારી પોતાની જય ગુરૂદેવ નામની પુરીશાકની લારી હું એકલી ચલાવી મારુ ગુજરાન ચલાવું છું.
મારા પતિ હયાત નથી.મારે સંતાનમાં બે દીકરા તથા એક દીકરી છે. તા.09/01 ના સવારનાં દશેક વાગ્યે મારી ફૂડની લારીએ ધંધો કરવા ગઈ હતી અને સાંજના ચારેક વાગ્યે હું લારી બંધ કરી મારા ઘરે જવાની તૈયારી કરતી હતી અને લારી પાસે દાળ પકવાનનો નાસ્તો કરતી હતી.તે દરમ્યાન સાંજના લારીની સામેની સાઈડમાં એક લારી છે.જે ગણેશ વડાપાઉં તથા પંજાબી ફુડની લારી વાળા ભાઈ પોતાનો ફુડનો ધંધો કરતાં હોય જેનું નામ પ્રતિકભાઈ અશોકભાઇ રામાણી અને તેના પિતા અશોકભાઈ હું મારી લારીએ નાસ્તો કરતો હતો. ત્યાં આવી આ પ્રતિકભાઇ મને કહેવા લાગ્યા કે તમે અમારી લારી પાસે કેમ વાસણ સાફ કરી પાણી કાઢો છો.
જેથી મેં કહ્યું કે મારો ધંધો બહુ ચાલતો નથી અને વાસણ સાફ કરવાના નથી તો પાણી ક્યાંથી તમારી લારી તરફ આવે આમ કહેતાં પ્રતિકભાઈ તથા તેના પિતા અશોકભાઇ ઉશ્કેરાઈ ગયા હતા.તેમજ મને બંને જણા ગાળો આપવા લાગ્યા હતા અને મેં પ્રતિકભાઈ હું તારી માતાની ઉંમરની છું મને તુંકારો ન કર આમ કહેતા અશોકભાઈએ મને પકડી રાખ્યા હતા
અને આ પ્રતિકભાઈએ તેની રેકડીમાં ધોકા વડે મને માથામાં ઘા મારવા જતાં મને હાથનાં બાવડા ઉપર કોણી થી નીચેનાં ભાગે એક ઘા વાગ્યો હતો.બાદમાં મને બંને પિતા પુત્ર ગાળો આપી તેની લારી બંધ કરી ત્યાંથી નાસી ગયા હતા અને ત્યારબાદ મને સારવારમાં ખસેડી હતી.આ અંગે બી ડિવિઝનમાં બન્ને સામે ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.