ખાનપુરના વડાગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી; 2.27 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત - At This Time

ખાનપુરના વડાગામ પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી; 2.27 લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત


મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ભરવાડને બાતમી મળી હતી. તે મુજબ ખાનપુર તાલુકાના બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના પાંડરવાડા તરફથી લીંબડીયા તરફ એક સ્વિફ્ટ કાર વિદેશી દારૂ ભરીને આવવાની છે. જે બાતમી આધારે મહીસાગર LCBના PI અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.સી.સીસોદીયાના માર્ગદર્શનમાં સ્ટાફના ભવાનજી, કૃષ્ણકુમાર, વિરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઈ, મહેપાલસિંહ સહિતના માણસો વડાગામ ખાતે ખાનગી વાહનમાં વોચમાં ઉભા હતા. તે દરમિયાન આ બાતમી વાળી સ્વિફ્ટ કાર ત્યાં આવતાં તેને બે ઈસમો સાથે ઝડપી પાડવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.