સંતરામપુરના પોલીસ ઇન્સ્પેકટરની ઉપસ્થિતમાં ચાઈનીઝ દોરીનુ તેમજ ઉચા વ્યાજે ધીરધારને લઈને બેઠક - At This Time

સંતરામપુરના પોલીસ ઇન્સ્પેકટરની ઉપસ્થિતમાં ચાઈનીઝ દોરીનુ તેમજ ઉચા વ્યાજે ધીરધારને લઈને બેઠક


મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના સંતરામપુર પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.મછાર ની ઉપસ્થિતીમાં સંતરામપુરના તમામ વેપારીઓ સાથે ચાઈનીઝ દોરી અને વ્યાજખોરો વિશે પોલીસ સ્ટેશન ખાતે મીટીંગ યોજાઈ હતી. જેમાં આ મીટીંગમાં આશરે સંતરામપુર નગરજનો તાલુકાના વેપારીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા. ત્યારબાદ સંતરામપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. મછારએ માર્ગદર્શન આપી જણાવેલ હતું કે આ મીટીંગ બોલવાનું કારણ એ છે કે આપણે સો બધાએ સંતરામપુર શહેરને તાલુકામાં ચાલતી ઉતરાયણ પર્વ નિમિત્તે ચાયનીઝ દોરી અને સાથે ગેરકાયદેસર ઊંચાવ્યાજ લઈને ધીરાણનો ધંધા થી મુક્ત કરવાનું છે .જેથી આપ સર્વજનોને પોલીસ વિભાગ તરફથી અપીલ કરવામાં આવે છે કે આ અંગે ની જરૂરી સાચી માહિતી આપીને તમે બધા આ બાબતે સાથ સહકાર આપો જેથી સરકાર અને તંત્રને પોલીસ જરૂરી કાર્યવાહી કરી શકે. પોલીસ તો એની રીતે કામકરશેજ તેમ જણાવેલ .જેમાં સંતરામપુરના તમામ વેપારીઓ અને નગરજનોને સાથ સહકાર આપવા અનુરોધ કરેલ હતો
.
રિપોર્ટર વિજય ડામોર મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.