બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપયોગ ન કરવાના લીધા શપથ - At This Time

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપયોગ ન કરવાના લીધા શપથ


બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપયોગ ન કરવાના લીધા શપથ – ડીવાયએસપી સૈયદે - પોલીસ કર્મચારીઓ ને લેવડાવ્યા શપથ

ઉતરાયણ નો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે અમુક લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે જેથી ચાઈનીઝ દોરી ઘાતક છે અને રાજ્યમાં ચાઈનીઝ દોરી ના કારણે કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે રાજ્ય સરકાર એલર્ટ થઈ છે અને ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યારે બોટાદ જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુંક્કલ નો ઉપયોગ ન કરવાના શપથ લીધા હતા બોટાદ ડીવાયએસપી સૈયદ દ્વારા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા જ્યારે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહીને શપથ ગ્રહણ કર્યા હતા.

રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.