વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવવા ટિમ ગબ્બરની માંગ - At This Time

વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવવા ટિમ ગબ્બરની માંગ


વિસાવદરતા. ટિમગબ્બર ગુજરાતની સ્વૈચ્છીક સંસ્થાના સ્થાપક કાંતિભાઈ ગજેરા એડવોકેટ-સુરત તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી દ્વારા મુખ્યમંત્રી,આરોગ્ય સચિવ ,આરોગ્યમંત્રી,
જિલ્લા કલેક્ટર જૂનાગઢ
જિલ્લા વિકાસઅધિકારી વિગેરેને લેખિતમાં રજુઆત કરી જણાવેલ છે કે,જુનાગઢ જિલ્લામાં વસ્તી અને વિસ્તારમાં સૌથી મોટો વિસાવદર તાલુકો છે અને તે ગીર બોર્ડરને અડીને આવેલ છે અને જંગલની તદ્દન નજીક આવેલ હોવાથી અવારનવાર જંગલી જાનવરો તથા જંગલી પશુઓનો તથા જંગલી જીવ જંતુઓનો ભોગ વિસાવદર તાલુકાની જનતા બનતી હોય તેમને તાત્કાલિક સારવાર નજીકમાં મળતી ન હોય અને તેના કારણે જુનાગઢ તથા રાજકોટ સુધી સારવાર માટે જવું પડતું હોય તેના કારણે આ વિસ્તારની પ્રજા ખૂબ જ પરેશાન છે.અને દૂરના સ્થળે સારવારમાં જવું પડતું હોય તેનાથી પ્રજાને ઘણો મોટો ખર્ચ કરવો પડતો અને સમય પણ બગડતો હોય તથા તાત્કાલિક સારવાર નહિ મળવાથી ઘણું નુકશાન થતું હોય જેથી વિસાવદર ખાતે કાર્યરત સામુહિક આરોગ્ય કેન્દ્ર(સી.એચ.સી.)ને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવે તો વિસાવદર તથા આજુ બાજુના વિસ્તારના લોકોને ખૂબ જ ઉપયોગી થઈ શકાય તેમ છે અને જો આમ થાય તો તાલુકાભરની જનતા માટે આશીર્વાદ સમાન ગણાશે તથા તાલુકાના આવા દર્દીઓને જુનાગઢ કે રાજકોટ સુધી લાંબુ થવું ન પડે તેવા શુભઆશ્રયથી સત્વરે વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રીકટ બનાવવામાં આવે તેવી અમારી ટિમ ગબ્બર ગુજરાતની રજુઆત છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.