રાપર દૂધડેરી વિસ્તાર ખાતે એકલનારી શક્તિ મંચ દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.
આજરોજ દૂધડેરી વિસ્તાર ખાતે એકલનારી શક્તિ મંચ દ્વારા મિટિંગ કરવામાં આવી... જેમાં ૯ જેટલાં વિસ્તારમાથી ૫૦ થી વધારે બહેનોએ હાજરી આપી હતી... મિટિંગ માં હંસાબેન, અનિલભાઈ, એડવોકેટ મેરીબેન તથા લીડર બહેનો હાજર રહ્યા હતા... મિટિંગની શરૂઆત શિલ્પાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી અને મિટિંગમાં આવેલા લોકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું .
દૂધડેરી વિસ્તાર ખાતે આજે 3 મિટિંગનું આયોજન કરવામાં આવ્યું...
સરકારી યોજનાઓ ની મિટિંગ
આ મિટિંગમાં સેતુ અભિયાન ના અનિલભાઈ દ્વારા જુદી જુદી ૫ સરકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી.. જેમાં, વ્હાલી દીકરી યોજના, પાલક માતા પિતા યોજના, માનવ ગરિમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, કુંવારાબઈનું મામેરું અને શિષ્યવૃતિ એમ આ પાંચેય યોજનાઓ ની સચોટ માહિતી આપી.
ત્યારબાદ હંસાબેન દ્વારા પણ યોજનાઓ ની માહિતી આપવામાં આવી. જેમાં, વિધવા સહાય પેન્શન, વૃદ્ધ પેન્શન યોજના અને વય વંદના પેન્શન યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી. તે ઉપરાંત હંસાબેન દ્વારા રાશન કાર્ડ માં કોને કેટલું અનાજ મળે છે, અને NFSL, APL1, APL2, BPL,
અંત્યોદય વિશે પણ માહિતી આપી...
ત્યારબાદ રાષ્ટ્રીય કુટુંબ યોજના વિશે જાણકારી આપી...માહિતી અધિકાર અને ફોન નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અને આધાર કાર્ડ બધા ડોક્યુમેન્ટ માં લિંક કરવા સમાજ આપી હતી
એકલ ગ્રુપ દ્વારા ચાલતી રોજગારી મિટિંગ
આ મિટિંગ માં હંસાબેને લીડર બહેનો સાથે રોજગાર બાબતે ચર્ચા કરી..નગર સેવા સદન રાપર ના બાંધકામ સમિતી ના ચેરમેન મુરજીભાઈ પરમાર દ્વારા નગર પાલિકા રાપર ની સેવાઓ અંગે જાણકારી આપી હતી, આ પ્રંસગે આંબેડકર યુવા ગ્રુપ રાપર ના અશોકભાઈ રાઠોડ, એકલનારી શક્તિ મંચ ના હોદેદારો હલીમાબેન સોઢા, જેવીબેન રાઠોડ, બાલુબેન કોલી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.