ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના ઓપરેટરને પ્રમાણપત્ર અને ટૂલ કીટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો ****** - At This Time

ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના ઓપરેટરને પ્રમાણપત્ર અને ટૂલ કીટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો ******


ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાના ઓપરેટરને પ્રમાણપત્ર અને ટૂલ કીટ વિતરણ કાર્યક્ર્મ યોજાયો
********
સાબરકાંઠા જિલ્લાના જળ અને સ્વચ્છતા એકમ વાસ્મો હિંમતનગર દ્વારા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં પ્રમાણપત્ર અને ટૂલ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર આઈટીઆઈ ખાતે હિંમતનગર તાલુકાના પંચાયત ઓપરેટરોને ૧૦ દિવસની તાલીમ આપવામાં આવી હતી.
આ કાર્યક્ર્મમાં ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની મરામત અને નિભાવ માટેની ટૂલ કીટ સરપંચ શ્રી, તલાટી શ્રી, પાણી ઓપરેટરને આપવામાં આવી હતી. ગામની પાણી પુરવઠા યોજનાને સુચારુ વ્યવસ્થાપન થાય તેમજ રોજબરોજની કામગીરીમાં ઉપસ્થિત થતા પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવી ગામ લોકોને નિયમિત પાણી પુરવઠો મળે તેવા ઉદ્દેશ્યથી વાસ્મો દ્વારા બોર ઓપરેટરોને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન આ ઓપરેટરોને દૈનિક રૂ. ૨00/- સ્ટાઇપન પણ આપવામાં આવ્યું હતું. ગામની અંદર પાણી વિતરણ સારી રીતે થાય અને પાણીનો બગાડ ના થાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્ર્મમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, આઇ.ટી.આઇ પ્રિન્સીપાલશ્રી,અધિક્ષક ઇજનેરશ્રી, વાસ્મો યુનિટ મેનેજરશ્રી અને વાસ્મોનો સ્ટાફ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ તથા ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.