શાલ ઓઢીને આવેલા બે શખ્સે પ્રૌઢને પાઇપ ફટકારી હાથ ભાંગી નાખ્યો
પેટ્રોલ પંપમાં નાઇટ શિફ્ટ પૂરી કરી પ્રૌઢ ઘરે જતા ત્યારે હુમલો કર્યો.
હુડકો ક્વાર્ટરમાં માતા પુત્રીને બે શખ્સે કમરપટ્ટા ફટકારી માર માર્યો.
ગોંડલ રોડ ચોકડી પાસેના રિદ્ધિસિદ્ધિ પાર્કમાં રહેતા અને પેટ્રોલ પંપમાં નોકરી કરતાં મનોજભાઇ બાબુભાઇ ચાવડા (ઉ.વ.53) રવિવારે નાઇટ ડ્યૂટી પૂરી કરીને સોમવારે વહેલી સવારે પોતાના ઘરે જવા સ્કૂટર પર નીકળ્યા હતા અને કેકેવી ચોકથી ગોંડલ રોડ ચોકડી તરફ આગળ વધ્યા હતા ત્યારે બાઇકમાં બે શખ્સ ધસી આવ્યા હતા અને મનોજભાઇ કંઇ સમજે તે પૂર્વે તેમના પર પાઇપથી હુમલો કરી દીધો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.