લાઠી મતિરાળા માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન
લાઠી મતિરાળા માં સગર્ભા બહેનો માટે મેગા હેલ્થ ચેક અપ કેમ્પ નું આયોજન
લાઠી ના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ મતિરાળા ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાનની ઉજવણી થઈ. માતા અને બાળ મરણ અટકાવવા ના ભાગ રૂપે મતિરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સમાવિષ્ઠ તમામ ગામો ની જોખમી સગર્ભા બહેનો ને સરકારી એમ્બ્યુલન્સ માં મતિરાળા ખાતે લઇ જઇ નિષ્ણાત તબીબો દ્વારા તબીબી તપાસ કરી, લેબ ઇન્વેસ્ટિગેશન અને જરૂરિયાત વાળા બહેનો ને આયર્ન સુક્રોઝ ના ડોઝ આપેલ હતા. અમરેલી સ્થિત રાઘવેન્દ્ર હોસ્પિટલ ના ગાયનેક સર્જન ડો. કેવલ પંડ્યા અને મતિરાળા ના તબીબ ડો. સાગર પરવડીયા દ્વારા સગર્ભા બહેનો ની તપાસ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ અભિયાન અંતર્ગત જરૂરિયાત વાળા તમામ સગર્ભા બહેનો ની સોનોગ્રાફી તપાસ પણ વિનામૂલ્યે કરવા માં આવી હતી. ૬૭ થી વધુ સગર્ભા બહેનો ની તપાસ બાદ સુરક્ષિત પ્રસૂતિ માટે યોગ્ય આહાર, સમયસર દવાઓ અને આરોગ્યપ્રદ ટેવો વિકસાવવા માટે તમામ બહેનો ને ડો. હરિવદન પરમાર દ્વારા સગર્ભાવસ્થા થી જ શરૂ થતાં નવજાત શિશુ ના ૧૦૦૦ દિવસો નું મહત્વ સમજાવી આરોગ્ય શિક્ષણ આપેલ હતું. આ અભિયાન ને સફળ બનાવવા ડો. સાગર પરવડીયા, શીતલ રાદડીયા, ઉર્વી ઉપાધ્યાય, છાયા આદ્રોજા, રવિના ગોહિલ, નિશા રાઠવા, અનિતા વાઘેલા, કોકિલા રાઠોડ, ધર્મેશ વાળા, સુભાષ ચાવડા અને આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.