વિસાવદરના દુધાળા ગામના તલાટી મંત્રીને તેમની ફરજ કાળ દરમ્યાન છેડતી કરી ધમકી આપવાના કિસ્સામાં આરોપીઓ નિર્દોષ
વિસાવદરના દુધાળા ગામના તલાટી મંત્રીને તેમની ફરજ કાળ દરમ્યાન છેડતી કરી ધમકી આપવાના કિસ્સામાં આરોપીઓ નિર્દોષ
વિસાવદરતા.વિસાવદર તાલુકાના દુધાળા ગામના તત્કાલીન તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટી મંત્રી દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ ઉપર હતા ત્યારે દુધાળા ગામના (૧) અહેમદ વલીમહમદ બ્લોચ(૨)યારમહમદ નૂરમહમદ બ્લોચ,(૩)હાજીભાઈ વલીંમમદભાઈ બ્લોચ,(૪)સલીમભાઈ દાદુ ભાઈ કલમતી રહે.બધા દુધાળા વાળા સામે તેમની ફરજ કાળ દરમ્યાન તેમને ધાક ધમકી આપી ફરજમાં રુકાવટ કરી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીબેને ફરિયાદ આપેલ હતી તે કામમાં આરોપીઓ તરફે વિસાવદરના સિનિયર ધારાશાસ્ત્રી નયનભાઇ જોશી તથા યુવા ધારાશાસ્ત્રી કમલેશભાઈ જોશી રોકાયેલા હતાઆ કામમાં ફરિયાદ મોડી કરવામાં આવેલ હોય તેમજ ફરિયાદી બનાવના દિવસે પોતાની કાયદેસરની ફરજ ઉપર હતા કે કેમ તે સંબંધે ધારદાર ઉલટ તપાસ કરેલી હતી અને તમામ સરકારી સાહેદો તથા પોલીસ અધિકારીઓ અને અન્ય સાક્ષીના નિવેદનો નોંધવામાં આવેલ હતાતમામ પુરાવાના અંતે નામદાર કોર્ટમાં આરોપીઓ પક્ષે ધારદાર દલીલો કરવામાં આવેલ જેમાં તમામ આરોપીઓ ને નામદાર નીચેની કોર્ટ નિર્દોષ છોડી મુકવા આદેશ કરેલો છે આ કામમાં આરોપીઓ તરફે વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી તથા કમલેશભાઈ જોશી રોકાયેલ હતા
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.