શહેરા નગર વિસ્તારમા જીવલેણ ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા બે દુકાનો મળીને 7 ફીરકા દોરી ઝડપી પાડતી નગરપાલિકાની ટીમ
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા નગરપાલિકા ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું
ઉતરાયણ નો તહેવાર આવતાની સાથેજ કેટલાક લોકો પોતાના આર્થિક લાભ હેતુ ચાઈનીઝ દોરીનું બંધ બારણે વેચાણ કરે છે ચાઈનીઝ દોરીના કારણે અકસ્માત થાય છે નિર્દોષ માણસો જીવ ગુમાવી બેસે છે તથા અબોલ પશુ પંખીઓ પણ ગંભીર રીતે ઘાયલ થાય છે ત્યારે આવા ચાઈનીઝ દોરીનો વેપલો કરતા લોકો સામે લાલ આંખ કરી અને સરપ્રાઈઝ વિઝીટ કરીને તેમના સામે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠવામાં પામી છે જેને લઇને નગર પાલિકાની ટીમ દ્વારા ચેકીંગ દરમ્યાન પતંગોની બે દુકાનમાંથી ગેર કાયદેસર રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા દોરી મળી આવી હતી જેથી દોરી મળતા દુકાનદારો સામે કાયદેસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન અને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા પતંગની દુકાનમાંથી જીવલેણ એવી ચાઈનીઝ દોરી સાત જેટલા ફીરકાઓ મળી આવ્યા હતા દોરીના ફીરકા કબજે કરી દોરી વેચનાર દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
રિપોર્ટર, વિનોદ પગી શહેરા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.