પોલીસની ડ્રગ્સ ડ્રાઇવ શરુ, ‘ડ્રગ્સ એનેલાઈઝર’ મશીનથી 5 મિનિટમાં ડ્રગ્સ લીધું છે કે નહીં તેનો ખુલાસો થઈ જશે
રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને યુવાવર્ગમાં ડ્રગ્સનું સેવન કરવાનો ઘાતક ટ્રેન્ડ ઘર કરી ગયો હોય તેને કોઈ પણ ભોગે અટકાવવા માટે સરકાર અને પોલીસ તંત્ર મહેનત કરી રહ્યું છે. ડ્રગ્સનું વેચાણ તો પોલીસ પકડી રહી છે પરંતુ કોઈપણ ભોગે ડ્રગ્સ ખરીદી લીધા બાદ તેનું સેવન કોઈએ કરેલું હોય તો તેને પકડવાનું કોઈ મજબૂત મિકેનિઝમ મતલબ કે સચોટ તંત્ર ઉપલબ્ધ નહોતું. જો કે હવે તેમાં પણ પોલીસે સફળતા હાંસલ કરી લીધી હોય તેવી રીતે તાત્કાલિક ‘ડ્રગ્સ એનેલાઈઝર’ કિટ વસાવી લેવામાં આવી છે અને આજથી જ રાજકોટમાં તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.