બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના સામેની તૈયારીઓની સમીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ
બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના સામેની તૈયારીઓની સમીક્ષાને લઈને મોકડ્રીલ યોજાઈ
ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ સહિત કોવિડ-૧૯ ને લગતી યોગ્ય જરૂરીયાતોનું જિલ્લા કલેક્ટર સહિત જિલ્લાના પદાધિકારીઓએ કર્યું જાત નિરીક્ષણ
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય અને જરૂર વગર બહાર ન નીકળવા કલેક્ટરની અપીલ
બોટાદ જિલ્લામાં કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને સોનાવાલા હોસ્પિટલ ખાતે આજરોજ મોકડ્રીલ યોજાઇ હતી. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની હાજરીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોનાવાલા હોસ્પિટલ સ્થિત આ મોકડ્રીલ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ સહિત કોવિડ-૧૯ સારવારને લઈને ઉપલબ્ધ સુવિધાઓનો તાગ પદાધિકારીઓ અને અધિકારીઓએ મેળવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ટેસ્ટ, ટ્રેક અને ટીટ્રમેન્ટ(3T)ની સ્ટ્રેટેજી મુજબ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે કોરોના સામેની લડાઈમાં આરોગ્ય અધિકારીઓ પાસેથી સુવિધાઓની જાણકારી મેળવીને જિલ્લા કલેક્ટરએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલની ક્ષમતા, ઓક્સિજન સુવિધા, બેડની ઉપલ્બધતા તથા દર્દીઓને એટેન્ડ કરવાની તૈયારીઓ વિશે સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરએ કોવિડને અનુલક્ષીને હોસ્પિટલમાં આરોગ્ય અને તબીબી સેવાઓની સજ્જતાની ચકાસણી કરી હતી અને આગામી સમયમાં ફરી કોવિડની સ્થિતિ સર્જાય તો દર્દીઓની સંપૂર્ણ સારવાર થઈ શકે તેવું આયોજન કરી લોકોને પણ સતર્કતા દાખવવા તેમજ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું યોગ્ય પાલન થાય અને જરૂર વગર બહાર ન નીકળે તેમજ ભીડથી બચવા અપીલ કરી હતી,સોનાવાલા હોસ્પિટલના અધિક્ષક ડૉ. અલકા બલદેવે કોરોનાની સંભવિત લહેરને ધ્યાને રાખીને ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટીલેટર્સ, ઉપલબ્ધ બેડ સહિત કોવિડને લગતી યોગ્ય જરૂરિયાતોની કામગીરીને મોકડ્રીલથી ચકાસવાનો તેમજ નવા આવેલા આરોગ્યકર્મીઓ પણ હોસ્પિટલમાં આવેલા સાધનોથી માહિતગાર થાય તે માટે આ મોકડ્રીલ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ મોકડ્રીલ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, ધારાસભ્ય ઉમેશભાઇ મકવાણા, સોનાવાલા હોસ્પિટલના અધિક્ષક ડૉ. અલકા બલદેવ, અધિક નિવાસી કલેક્ટર મુકેશ પરમાર, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.કનોરીયા સહિત જિલ્લા આરોગ્યવિભાગના તબીબો-આરોગ્યકર્મીઓ વગેરે હાજર રહ્યાં હતાં,ગુજરાત સરકાર દ્વારા કોરોના વાઈરસને લઈને રાજ્યભરની હોસ્પિટલમાં ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની સમીક્ષા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે બોટાદ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કોવિડ-૧૯ અન્વયે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.