સામુહિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ખાતે કોરોના અંતર્ગત મોકડ્રીલ કરવામાં આવી - At This Time

સામુહિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ખાતે કોરોના અંતર્ગત મોકડ્રીલ કરવામાં આવી


આજરોજ તા.27/12/2022 ને મંગળવારે સવારે 11-00 કલાકે સામુહિક આરોગ્ય કેન્દ્ર બરવાળા ખાતે કોરોના અંતર્ગત મોકડ્રીલ કરવામાં આવી જેમા બરવાળા નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન મનિષભાઈ બાવળીયા તેમજ બરવાળા શહેર ભાજપા મહામંત્રીબળવંતસિંહ ગોહિલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. કલેક્ટર બોટાદ,જિલ્લા વિકાસ અધિકારી બોટાદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.કનોરીયાનાં માર્ગદર્શન પ્રમાણે જિલ્લા એપેડીમીક અધિકારી ડો.આર.આર.ચૌહાણ તથા શ્વેતાબેન શર્મા જિલ્લા પંચાયત બોટાદ તેમજ અધિક્ષક સામુહિક આરોગ્ય કેન્દ્ર બરવાળાનાં ડો.કૌશિકભાઈ જાદવ તેમજ તાલુકા હેલ્થ ઓફીસર બરવાળા ડો.જયદીપભાઈ કણજરિયા તથા તમામ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતાં. વિમલભાઈ વસાણી દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર બરવાળા વતી કાર્યક્રમમાં હાજર રહેનાર તમામ પદાધિકારીનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરેલ હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.