વણાકબોરી ગામે નદીના કિનારે આવેલ ખંડેર ઓરડીઓમાંથી પ્લાસ્ટિકના વિદેશી દારૂ નો ઝડપી પાડતા પી.આઇ.એ.એન.નિનામા
પોલીસ અધિક્ષક શ્રી મહીસાગર નાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી લુણાવાડા વિભાગ લુણાવાડા નાઓની માર્ગદર્શન મુજબ પ્રોહી જુગાર લગત અસરકારક કામગીરી કરવા ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.એન.નિનામા તથા પો.સબ.ઇન્સ આર.કે.ભરવાડ નાઓની સાથે એ.એસ.આઇ દેવેન્દ્રસિંહ નટવરસિંહ તથા એ.એસ.આઇ મહેન્દ્રભાઇ બાલુસિંહ તથા આ.હેકો જયરાજસિંહ ઉદેસિંહ તથા પો.કો.સત્તાભાઇ કાળાભાઇ નાઓ ખાનગી વાહન સાથે પેટ્રોલીગમા નીકળેલા દરમ્યાન અ.પો.કો સત્તાભાઇ કાળાભાઇ નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે “વણાકબોરી ગામે રહેતા મુકેશભાઇ ભારતભાઇ પરમાર તથા હર્ષદભાઇ અરજણભાઇ પરમારનાઓ મહીસાગર નદીના કીનારે આવેલી સરકારી ઓરડીઓમાં વિદેશી દારૂ બહારથી મંગાવી ઉતારી સંતાડી રાખી તેનું વેચાણ કરે છે.જેથી બાતમી હકીકતવાળી જગ્યાએ રેઇડ કરવા જતા ઉપરોક્ત બંન્ને ઇસમો દુરથી પોલીસને આવતા જોઇ નદીનાં કોતરમાં ઉતરી નાશી ગયેલ અને ત્યાં ખુલ્લી ખંડેર ઓરડીઓમાં જઇ તપાસ કરતા ઓરડીની અંદર ઘાસના પુળાની આળમા ભારતીય બનાવટનાં વિદેશી દારૂની પ્લાસ્ટીકના કવાર્ટર ભરેલ પેટીઓ તેમજ ત્રણ કંતાનના થેલા મળી આવેલ હતા.જે વિદેશીદારૂનાં પ્લાસ્ટીકનાં કવાર્ટર ગણી જોતા કવાર્ટર નંગ – ૨૦૬૪ કિમત રૂપિયા ૨,૦૬,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ તેમજ આરોપીઓ મુકેશભાઇ ભારતભાઇ પરમાર તથા હર્ષદભાઇ અરજણભાઇ પરમાર રહે.વણાકબોરી તા.બાલાસિનોર જી.મહીસાગર નાઓ પોલીસની રેઇડ જોઇ નાશી જઇ ગુન્હો કરેલ હોય તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન ધારા મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. આરોપીઓનાં નામ (૧) મુકેશભાઇ ભારતભાઇ પરમાર (૨) હર્ષદભાઇ અરજણભાઇ પરમાર બંને રહે.વણાકબોરી તા.બાલાસિનોર જી.મહીસાગર કામગીરી કરનાર અધિકારી/કર્મચારી – (૧) શ્રી એ. એન. નિનામા પોલીસ ઇન્સ્પેકટર (૨) શ્રી આર.કે.ભરવાડ પો. સબ . ઇન્સ (૩) એ.એસ.આઇ દેવેન્દ્રસિંહ નટવરસિંહ (૪) એ.એસ.આઇ મહેન્દ્રભાઇ બાલુસિંહ (૫) આ.હેડકો જયરાજસિંહ ઉદેસિંહ (૬) અ.પો.કો સત્તાભાઇ કાળાભાઇ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.