ગુજરાતનું ગૌરવ વધારનાર કબડીના રાષ્ટ્રીય ખેલાડી અને ગોલ્ડ મેડાલિસ્ટ સંજયભાઈ ગોહિલ માદરે વતન પાંચાળની પાવન ધરામાં આવતા ફુલડે વધાવવા માનવ મહેરામણ ઉમટી પડ્યો
પાંચાળ પ્રદેશના આંતરિયાળ ડુંગરાળ વિસ્તાર અને વિછીયા તાલુકાના બંધાળી ગામના કોળી સમાજના સામાન્ય પરિવારના ખેત મજૂરી કરતા અરજણભાઈ ગોહીલના દીકરા સંજયભાઈની અથાગ મહેનત અને પરિશ્રમથી પંજાબના અમૃતસરમાં યોજાયેલ નેશનલ યુથ ગેમમાં અલગ અલગ સાત સ્ટ્રેટસ ટીમમાં ભાગ લીધેલ તેમાં હિમાચલ પ્રદેશની ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો કબડી સ્પર્ધામાં જંગ જીતી વતન આવતા મોઢુકા ગામે ભવ્ય સ્વાગત અને હજારોની સંખ્યામાં રેલી મારફતે બંધાળી ગામે પહોંચ્યા હતા જ્યાં ગામ લોકોએ ઢોલ નગારા અને ડીજેના તાલે લોકો ઝુમી ઉઠ્યા હતા અને બહેનો અને દીકરીઓએ સામૈયાથી કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું બાદ બંધાળી ગામે રામદેવજી મહારાજની નિશ્રામાં જંગી અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં વિવિધ ક્ષેત્રના લોકોએ સંજયભાઈ ગોહિલ નું સ્વાગત કર્યું હતું સન્માન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ સહકારી ક્ષેત્રના અગ્રણી વશરામભાઈ બાંભણિયા,અવસર ભાઈ નાકીયા, અમરશીભાઈ ચૌહાણ, ધનજીભાઈ ગોહિલ, હંસરાજભાઈ ભાલાળા વગેરે હાજર રહ્યા હતા પાંચાળ વિકાસ બોર્ડ આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં હાજર તમામનો આ તકે વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ હાજર સૌ માનવ મહેરામણનો આભાર માન્યો હતો
રિપોર્ટર અશરફ મીરાસૈયદ વિંછીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.