TRBએ તબીબ સાથેની યુવતીને સ્પર્શ કરતા ધમાલ
એસ્ટ્રોન ચોકમાં મોડી સાંજે બનેલી ઘટના
ટ્રાફિક વ્યવસ્થા જાળવવાની જેની જવાબદારી છે તે ટ્રાફિક વોર્ડન પોતાની ફરજને બદલે પોલીસ હોવાનું સમજી તમામ વહીવટ પોતે કરવા લાગે છે, આવી અનેક ઘટનાઓ અગાઉ બની છે છતાં ટ્રાફિક વોર્ડનને કાબૂમાં લેવામાં પોલીસ અધિકારીઓ નિષ્ફળ ગયા છે ત્યારે વધુ એક વિવાદ થયો હતો.
એસ્ટ્રોન ચોકમાં તબીબની કારને ટોઇંગ કરવામાં આવી હતી તે સાથે જ તબીબ અને તેની સાથેની યુવતી કાર પાસે પહોંચ્યા હતા અને પોતાની ભૂલ બદલ રૂ.1 હજાર ચૂકવી દીધા હતા, તબીબે રિસિપ્ટ માગતાં વોર્ડને બબાલ શરૂ કરી હતી અને તબીબ સાથે રહેલી યુવતીને સ્પર્શ કરી રોફ જમાવતા જ તબીબે હોબાળો મચાવ્યો હતો.
વોર્ડન સાથે રહેલા મહિલા પોલીસને વોર્ડનની ભૂલનો અહેસાસ થતાં તેમણે પણ વોર્ડનનો સાથ આપવાને બદલે તબીબને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, જોકે વોર્ડનની ઉદ્ધતાઇથી ત્યાં હાજર લોકોમાં પણ રોષ ભભૂક્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.