અધ..ધ..ધ...સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં 667 લોકોએ ભાગ લીધો - At This Time

અધ..ધ..ધ…સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં 667 લોકોએ ભાગ લીધો


અધ..ધ..ધ...સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પમાં 667 લોકોએ ભાગ લીધો

સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું જેમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આટકોટ અને શ્રી સરદાર પટેલ સેવા સમાજ સાણથલી દ્વારા સવારે ૯ કલાકથી બપોરે એક કલાક સુધી સરદાર પટેલ સેવા સમાજ સાણથલી ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ ની અંદર 667 લોકોએ નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પમાં હાડકા અને સાંધા સ્નાયુ રોગના નિષ્ણાત ડો. ઉમંગ વડેરા, હૃદય રોગ ડાયાબિટીસ બીપી ફેફસાના નિષ્ણાત ડો. રાકેશ સીસરા, ડો. તેજસ ગોયાણી, કાન નાક ગળા અને થાઇરોડના નિષ્ણાત ડો. અંકિતા વસાણી, ફિઝિયોથેરાપી ડો. માનસિ કાપડિયા, દાંતના ડો. દ્રષ્ટિ મેહ, પિતાશય પથરી સારણગાઠ હરસ-મસા એપેન્ડિક્સ તથા પેટે રોગના નિષ્ણાત ડો. જેમિન કલોલા તથા ડો. હિમલ રાઠોડ, સ્ત્રી રોગના નિષ્ણાત ડો. રાહુલ સિહાર, ડો. નિલેશ ચાવડા, બાળ રોગ નિષ્ણાત ડો.પાયલ ગજેરા, દાંતના નિષ્ણાત ડો.ઋષિકા બાવીસી તેમજ પરવાડીયા હોસ્પિટલ આટકોટના સીઈઓ ડો.ભરત માંડલીક, ડો. નવનીત બોદર સહિતના ડોકટરોએ સેવા આપી હતી. અને આસપાસ ગ્રામ્યમાં રહેતા દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધેલ હતો.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.