રાજકોટના નામચીન કુકી ભરવાડનું અકસ્માતમાં મોત
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા એસ.ટી.વર્કશોપ પાસે ખોડિયારપરાના નામચીન કુકી ભરવાડની બોટાદ-રાણપુર પાસે આવેલા ગઢડિયા ગામે કાર થાંભલા સાથે અથડાતા કુકીને માથામાં અને શરીરે ગંભીર ઇજા થતાં સૌ-પ્રથમ બોટાદ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.આ અંગે હાલ રાજકોટ પોલીસે કાગળો કર્યા બાદ બોટાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.
વધુ વિગતો મુજબ,ખોડિયારપરામાં રહેતા કુકી ઉર્ફે રાજુ છેલાભાઈ શિયાળીયા(ભરવાડ)(ઉ.વ.35)પોતાની ક્રેટા કાર લઈ બોટાદ-રાણપુર પાસેમાં ગઢડિયા ગામે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો.ત્યારબાદ રાત્રિના સમયે પરત રાજકોટ આવતો હતો ત્યારે ગઢડીયા ગામ નજીક પોતાની ક્રેટા કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાતા તેમને માથામાં અને શરીરને ગંભીર ઇજાઓ થતા તુરંત બોટાદ પ્રાથમિક સારવાર બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાતા તેમને ફરજ પરના તબીબે મૃત્યુ જાહેર કર્યો હતો.
કુકી ઉર્ફે રાજુ ને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે પોતે ત્રણ ભાઈ એક બહેનમાં સૌથી નાનો હતો.પોતે શ્રી રાધિકા નામની બચત ખાતાની મંડળી ચલાવતો હતો.કુકીના મોતથી પરિવારમાં શોક છવાયો છે.કુકીએ અગાઉ પોલીસ ફરિયાદનો ખાર રાખી એક કારખાનેદાર પર હુમલો કર્યો હતો.જે બનાવમાં માલવીયા નગર પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા પીએસઆઈ વી.કે.ઝાલા સહિતનો સ્ટાફ પુનિતનગરના ટાંકા પાસે ચામુંડા હોટેલ નજીક પકડવા ગયો ત્યારે તેની પર કુકી અને તેના સાગરીતોએ સોડા બોટલના ઘા કરી હુમલો કર્યો હતો.કુકી વિરૂદ્ધ અગાઉ મારામારી સહિત અનેક ગુન્હા પોલિસ ચોપડે ચડી ચુક્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.