વીંછિયામાં પોલીસ અસમાજિક તત્વો પાસેથી હપ્તા વસૂલે છે : મુકેશ રાજપરાની લેખિતમાં અરજી - At This Time

વીંછિયામાં પોલીસ અસમાજિક તત્વો પાસેથી હપ્તા વસૂલે છે : મુકેશ રાજપરાની લેખિતમાં અરજી


વીંછિયામાં પોલીસ અસમાજિક તત્વો પાસેથી હપ્તા વસૂલે છે : મુકેશ રાજપરાની લેખિતમાં અરજી

ત્રાસ વધતા તમામ અધિકારીઓને અને ગાંધીનગર સુધી મોકલવામાં આવી અરજી

વીંછિયા વિસ્તારમાંથી કોળી સમાજ આગેવાન મુકેશ રાજપરા દ્વારા મુખ્યમંત્રી સુધી અરજી મોકલવામાં આવી છે જેમાં અરજીમાં અસમાજિક તત્વોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના મોટા હડમતીયા ગામની અંદર રહેતા સામાન્ય પ્રજાને મોટાહડમતીયા ગામના અસામાજીક તત્વો (લુખ્ખાઓ) મારા મારી, લુટફાટ, વ્યાજવટા, જુગાર, દારૂ, ખંડણી, બહેનો દિકરીઓની છેડતી, ખેડૂતોને હેરાન પરેશાન,જેવી અનેક પ્રવૃતિઓ કરતી હોય અને આ સામાન્ય પ્રજાએ અનેકવાર પોલીસ સ્ટેશનમાં રજુઆત કરવા છતા પણ આ લુખાઓની દાદાગીરી બંધ થતી નથી જાણે આ વિસ્તારની અંદર દારૂ,જુગાર,ખંડણી, વ્યાજવટા,દિકરીઓની છેડતી જેવી પ્રવૃતિઓ વિંછીયા તાલુકાના, મોટાહડમતીયા, નાનામાત્રા, મોટામાત્રા, આંકડીયા, અને તાલુકાના બાજુના ગામોમાથી આવતા અનેક લુખ્ખાઓ જાણે કાયદા વ્યવસ્થાનો ડર ન હોય એ રીતે બેફામ,પ્રવૃતિઓ કરે છે અને પોલીસ તમામ લુખ્ખાઓ પાસેથી હપ્તા લઈ અને આ પ્રવૃતિને પ્રોત્સાહન આપતી જણાય છે સામાન્ય પ્રજાને લુખ્ખાઓ વિરૂધ્ધ ફરીયાદ કરી કે કોર્ટની અંદર મુદતે આવવામાં પણ મોટો ભયનો માહોલ છે. લુખ્ખાઓ ફરીયાદીને કોર્ટે આવે ત્યારે પણ તેના પર હુમલા કરેલા દાખલા છે પણ આ અસામાજીક તત્વોના કારણે અનેક લોકો પોતાની વાડી,ખેતર,મકાન,વગેરે છોડીને અન્ય જગ્યાએ ભાગવુ પડે એવી પરીસ્થીતીનું નિર્માણ થયેલ છે તો આ વિછીયા તાલુકામાં કોઈ નિષ્ઠાવાન, પોલીસ અધિકારી અને સ્ટાફની નિમણુંક કરવામાં આવે એવી વીંછિયા પંથકના જાગૃત લોકો અને કોળી સમાજ આગેવાન મુકેશ રાજપરાએ માંગણી મૂકી છે અને આ વિસ્તારના લોકોને આ લુખ્ખાઓથી બચાવવામાં આવે એવી માંગણીઓ છે અને જો આવું નહી થાય તો આ વિસ્તારની અંદર સામાન્ય પ્રજા માટે કોળી વિકાસ સંગઠને આ લુખ્ખાઓ સામે બાથ ભીડવી પડશે અને લોકોનું રક્ષણ કરવું પડશે જે કલેકટર, મુખ્ય મંત્રી, એસ.પી ને લેખીતમાં જાણ કરવામાં આવી છે. અને વિંછીયા/જસદણ તાલુકાની અંદર વગર વાંકે કોઈ સામાન્ય પ્રજાને કે બહેનો દિકરીઓને હેરાન,પરેશાન કરવામાં આવશે અને પોલીસ સહકાર આપવાને બદલે લુખ્ખાઓને સ્પોટ કરશે તો આ સંગઠન લુખ્ખાઓ અને સ્પોટ કરનાર પોલીસ વિરૂધ્ધ ધરણા અને કથળેલા કાયદા વ્યવસ્થા સામે સુત્રોચાર કરી ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જે ચેતવણી સાથે લેખિતમાં અરજી કરવામાં આવી છે. અને આ અરજી નકલ ૧. ભુપેન્દ્ર પટેલ-મુખ્યમંત્રી-ગુજરાત રાજય ૨. કલેકટર ,રાજકોટ ૩. એસ.પી., રાજકોટ ૪. ડી.વાય.એસ.પી., ગોંડલ ૫. પ્રાંત,જસદણ ૬. પી.આઈ ,જસદણ ૭. મામલતદાર, વિંછીયા ૮. પી.એસ.આઈ, વિંછીયા ને નકલ રવાના કરવામાં આવી છે
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.