શિક્ષણ એક માત્ર ઉધ્ધાર ડો.આંબેડકર ટયુશન કલાસિક દ્વારા પાંચ મા વર્ષ ની ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/hmq1klboy1myilto/" left="-10"]

શિક્ષણ એક માત્ર ઉધ્ધાર ડો.આંબેડકર ટયુશન કલાસિક દ્વારા પાંચ મા વર્ષ ની ઉજવણી


ડો.આંબેડકર યુવા મંડળ સંચાલિત ડો.આંબેડકર ટયુશન કલાસિક ને ૪ વર્ષ પુણ્ થયા હતા જે સંદભે ડો.આંબેડકર યુવા મંડળ દેશલપર કંઠી મધ્યે શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો નો આયોજન કરવામાં આવ્યો હતો અને શિક્ષણ એક માત્ર તમારો ઉદ્ધાર ના ઉદબોધન આપવામાં આવ્યા હતા

મુન્દ્રા તા.૧૯ ના રોજ દેશલપર કંઠી ગામ મધ્યે ડો.આંબેડકર યુવા મંડળ સંચાલિત, ડો.આંબેડકર ટ્યુશન ક્લાસિસને ૪ વર્ષ પૂર્ણ થયા હતા જેને ઉજવવા માટે એક શૈક્ષણિક સાંસ્કૃતિક અને મહા પુરુષો ના વિચારો ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો

આ કાર્યક્ર્મ ની શરૂઆત રવિદાશજી ની આરતી થી કરવામાં આવી હતી અને અન્ય શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો, મહા પુરુષો ના વિચારો, અને શિક્ષણ એક માત્ર ઉધ્ધાર કરી શકે છે એ વિષેયો મા ઉદબોધન આપવામાં આવ્યા હતા

આ કાર્યક્ર્મ મા અતિથિ વિશેષ તરીકે પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેઘવાળ સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ અને રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ ગુજરાત રાજ્ય ના ઉપાધ્યક્ષ મા.નરેશભાઈ મહેશ્વરી, માતા સાવિત્રી બાઈ ફૂલે શૈક્ષણિક ગ્રુપ કચ્છ ના સભ્યો, મણિલાલ ભાઈ,નિકુલ ભાઈ,કિશોરભાઈ,રામ ભાઈ તથા દેશલપર મહેશ્વરી સમાજનાં પ્રમુખ શ્રી નારાણ ભાઈ,ઉપ પ્રમુખશ્રી પચાણભાઈ તથા મહેશ જૂમા ભાઈ તથા ડો.આંબેડકર યુવા મંડળના પ્રમુખ શ્રી મહેશ્વરી રમેશ એસ,ઉપ પ્રમુખ શ્રી મહેશ્વરી મુકેશ ટી, મહામંત્રી પરેશ ધુવા,ખજાનચી શ્રી નરેશ કે મહેશ્ચરી, સલાહકાર મંત્રી કલ્પેશભાઈ માતંગ,હિતેશ આર મહેશ્વરી,મહેશભાઈ,હરેશ ભાઈ,રાજેશ એન.દાફડા, રામ માયા ભાઈ,રાજેશ દામજીભાઈ,પરેશ શુંઢા, રાહુલભાઈ દાફડા,ભાવેશ શૂંઢા,હરેશ પ્રેમજીભાઈ, નિતીન ભાઈ,પ્રવીણ ભાઈ,નારાણ ભાઈ દાફડા, બળવંત ભાઈ સુઢા,મનોજ તેજા ભાઈ વગેરે કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા અને સમાજ ના સર્વ ભાઈ ઓ બહેનો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા

અહેવાલ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી તાલુકા રિપોર્ટર
મો.9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]