જસદણમાં ગઢડીયા રોડ પર ધરતી ઇન્ડસ્ટ્રીમાં લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો - At This Time

જસદણમાં ગઢડીયા રોડ પર ધરતી ઇન્ડસ્ટ્રીમાં લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો


જસદણમાં ગઢડીયા રોડ પર ધરતી ઇન્ડસ્ટ્રીમાં લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો

ગઢડીયા રોડ પર ધરતી ઇન્ડસ્ટ્રીમાં લોખંડની પ્લેટોની ચોરીનો ભેદ ઉકેલાયો જેમાં આરોપી સહિત મુદ્દામાલ જપ્ત કર્યો તથા પો.કોન્સ ડાયાભાઇ ગુડલીયાનાઓને સંયુક્ત બાતમીરાહે હકીકત મળેલ કે ચોરીના ગુનાના કામે ગયેલ લોખંડની સેન્ટીંગની પ્લેટો સાથે એક ઇસમ મારૂતીવાનમા વેચવા નિકળેલ છે જે અન્વયે જસદણ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ જસદણ ગોખલાણા ચોકડી ખાતે વોચમા હતા તે દરમ્યાન ઉપરોક્ત ચોરીમા ગયેલ લોખંડની સેન્ટીંગની પ્લેટો સાથે એક ઇસમ મારૂતીવાન લઇ નીકળતા જેને રોકી ચેક કરતા ઉપરોક્ત ચોરીમાં ગયેલ પ્લુટો તથા મારૂતીવાન સાથે મળી આવતા જસદણ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરેલ છે.પકડાયેલ આરોપી - સતીષભાઇ રવજીભાઇ મકવાણા જાતે-લુહાર ઉવ.૩૯ રહે.રાજકોટ હુડકો સોસાયટી,આજીડેમ રોડ રાજકોટ અને કબ્જે કરેલ મુદામાલ- (૧) લોખંડની સેન્ટીંગની પ્લેટો નંગ.૪૬ કિ.રૂ.૪૬,૦૦૦/- તથા (૨) મારૂતીવાન નં.GJ.03.A.B.-0288 કિ.રૂ.૫૦,૦૦૦/- તથા (૩) વિવો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦- એમકુલ મળી મુદામાલ કિ.રૂ.૧,૦૧,૦૦૦/- આરોપીની ધરપકડ કરેલ.
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.