જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક મળી - At This Time

જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક મળી


*જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલનની બેઠક મળી*
**************
*વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ બાદની પ્રથમ બેઠકમાં જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા બદલ સૌ અમલીકરણ અધિકારીઓનો આભાર માન્યો. હવે નાણાકીય વર્ષના બાકી કામોમાં જોતરાઈને પ્રજા કલ્યાણના યોજનાકીય કામો પૂર્ણ કરવા જિલ્લા કલેકટરશ્રીએ હાકલ કરી*
*****************
જિલ્લા સંકલન(વ) ફરિયાદ સમિતિની બેઠક દર મહિનાના ત્રીજા શનિવારે જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં યોજાય છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ હોવાથી ગત મહિનામાં બેઠક મળી ન હતી. આજે તારીખ ૧૭/૧૨/૨૦૨૨ના રોજ પોળો મિટીંગ હોલમાં જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લાના સૌ અમલીકરણ અધિકારીઓને જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન કરવા બદલ અને સૌના સહકાર બદલ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આભાર માન્યો હતો. સાથે સાથે ચૂંટણી પૂર્ણ થતા ચાલુ નાણાકીય વર્ષના બાકી કામો ગ્રાન્ટ સહિત પ્રજા કલ્યાણના યોજનાકીય કામો નિર્ધારિત ટાર્ગેટ પ્રમાણે પૂર્ણ કરવા સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો અને ગઈકાલે જિલ્લા સૈનિક પુનર્વસવાટ અધિકારી દ્વારા જિલ્લાના સશસ્ત્ર સેનાધ્વજ દિન નિમિત્તે રૂપિયા દશ લાખના ટાર્ગેટ સામે ૧૩ લાખનો સહયોગ આપીને સો ટકા ઉપરનો ટાર્ગેટ હાંસલ કરવા બદલ સૌનો અભિનંદન સાથે ગૌરવ સહ આભાર વ્યક્ત કર્યો હતો અને હર હંમેશ સૌનો સહકાર દરેક કામમાં ટીમવર્ક તરીકે સતત મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી અને જિલ્લામાં આગામી સમયમાં તાલુકા-જિલ્લા અને રાજ્ય સ્વાગત કાર્યક્રમો શરૂ થશે જેને પણ સફળ રીતે સંપન્ન કરીને લોકોના પ્રશ્નોને વાચા આપી છેવાડાના માનવીનું કલ્યાણ થાય તેવા અભિગમ સાથે આગળ વધવા જણાવ્યું હતું અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ આવતી બેઠકમાં ઉપસ્થિત રહીને તેમની રજૂઆત અને પ્રશ્નો હોય તો તેનું પણ સમયસર નિરાકરણ કરવા જણાવ્યું હતું અને કચેરીના વડાઓએ નિર્ધારિત કરેલા ટાર્ગેટ અને સિદ્ધિઓ હાંસલ કરવા તાબાની કચેરીઓ દ્વારા રીવ્યુ બેઠક યોજવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.સંકલનમાં અધિકારી જાતે હાજર રહે તે અપેક્ષિત છે.
અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ દ્વારા જિલ્લા સંકલન સમિતિના પત્રક મુજબ રિવ્યુ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરશ્રીને થયેલી કામગીરી અને બાકી કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં બાકી પેન્શન કસો અને નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં ખાનગી અહેવાલ લેખન, તાબાની કચેરીનું નિરીક્ષણ, લોકોની અરજીનો નિકાલ, સરકારી લેણાની વસુલાત અને એક બીજાના વિભાગોનું યોગ્ય સંકલન, બાકી કેસોની સમીક્ષા, ડેટા એન્ટ્રી સહિતની બાબતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસવડાશ્રી વિશાલ વાઘેલા, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લાના વિવિધ વિભાગોના વડાઓ અને કર્મયોગીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
****************

આબિદઅલી ભુરા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.