અરવલ્લીના ભાવનાબેનને ૪ બોટલ લોહી આપીને નવજીવન આપતી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર - At This Time

અરવલ્લીના ભાવનાબેનને ૪ બોટલ લોહી આપીને નવજીવન આપતી જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ હિંમતનગર


અરવલ્લીના ભાવનાબેનને ૪ બોટલ લોહી આપીને નવજીવન આપતી જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ હિંમતનગર
***********
વર્ષ ૨૦૨૨ દરમિયાન ૨૦૪૨ પ્રસુતાઓની સફળ પ્રસૂતી કરાઇ જેમાં ૮૧૯ પ્રસુતાઓના સીજેરીયન કરાયા

***********
સાબરકાંઠા જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ.મેડીકલ કોલેજ, હિંમતનગર ગરીબ અને જરૂયાતમંદ દર્દીઓ માટે આશિર્વાદ સમાન બની છે. આ સાથે આસપાસના જિલ્લા અરવલ્લી, મહેસાણા અને રાજસ્થાનના દર્દીઓ પણ વધુ સારવાર માટે ગંભીર કિસ્સાઓમાં રીફર કરવામાં આવે છે.
જિલ્લાની આ મેડિકલ કોલેજમાં પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં વર્ષ ૨૦૨૨ જાન્યુઆરી થી ડીસેમ્બર અત્યાર સુધી માં કુલ - ૨૦૪૨ પ્રસુતાઓની સફળ પ્રસૂતી થઇ હતી. જેમાંથી ૮૧૯ પ્રસૂતાઓના સીજેરીયન ઓપરેશન કરવામાં આવ્યા હતાં. અત્યંત ગંભીર હાલતમાં હોય તેવા સગર્ભા દર્દીઓને તપાસ અને વધુ સારવાર માટે જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હીંમતનગરમાં રીફર કરવામાં આવે છે. તેવા અનેક કિસ્સા બનેલ છે અને એ દર્દીઓ ને તાત્કાલિક સારવાર આપી જીવ બચાવવામાં સફળતા મળી છે.
એવો જ એક કિસ્સો એટ્લે ૩૦ વર્ષિય ભાવનાબહેન અજયભાઈ ચામઠા અરવલ્લી ભિલોડાના પહાડા ફળિયું તેમને પ્રસૂતિની સારવાર કોટેજ હોસ્પિટલ, ભિલોડા ખાતે લઇ જવામાં આવ્યા હતા. અહીં તપાસ બાદ વધુ સારવાર અર્થે તેમને જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ હીંમતનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. અહી તેમને પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગમાં ફરજ પર રહેલા ડોક્ટર ધ્વારા તપાસ અને જરૂરી રોપોર્ટ કરાવી ઓબ્સટેટ્રીક આઈ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેણીને ત્રીજી વખત ગર્ભ રહેલ હતો અને ૯ મહિના પૂરા થયેલ હતા. તેમના ગર્ભ માં રહેલ બાળક સોનોગ્રાફી પ્રમાણે મૃત હતું અને બાળક ની મેલીનો ભાગ પણ છૂટો પડી ગયેલ હતો. તેમાં ૧૦.૮ × ૭.૬ સેન્ટીમીટરનો નો લોહીનો ગઠ્ઠો મેલીની પાછળ છુટો પડી જામી ગયેલ હતો. તપાસ કરતાં જણાયું તો ભાવનાબહેનના શરીરમાં લોહીનું પ્રમાણ (હિમોગ્લોબીન) પણ ફક્ત ૫ ગ્રામ જ હતું અને બ્લડ ગ્રૂપ ઓ.(O) નેગેટિવ હતું. તેણીને દવા મૂકીને મૃત બાળકીનો જન્મ કરાવ્યો હતો. જેનું વજન ૨.૪ કિલો ગ્રામ હતુ. વધુમાં ભાવનાબેનને ૪ લોહીની બોટલ અને લોહી ગંઠાવવા માટેની ૪ બોટલ ચડાવવામાં આવી હતી.
ભાવનાબેનને બીજું કોઈ ઇન્ફેકસન ન લાગે તે માટે એન્ટિબાયોટિક દવાઓ પણ આપવામાં આવી હતી. અત્રેની હોસ્પિટલના ગાયનેક, મેડિસિન અને સર્જરી વિભાગના ડોક્ટર્સ ધ્વારા યોગ્ય સારવાર આપી, તેણીને વધુ સારવારની જરૂર ન જણાતાં સ્વસ્થ હાલતમાં યોગ્ય સલાહ-સુચન અને દવાઓ આપી તા. ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આમ, જી.એમ.ઇ.આર.એસ.જનરલ હોસ્પિટલ, હિંમતનગરના પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના ડોક્ટર્સ ધ્વારા માતા મૃત્યુ દર ઘટાડવા માટેના ઉત્તમ પ્રયત્ન થકી અનેક માતાઓને મૃત્યુના મુખમાંથી પાછી લાવી નવજીવન આપવામાં સફળતા મળી છે.
ભાવનાબેન રજા આપવામાં આવી ત્યારે તેમના પતિ અને સગા-સંબંધીઓ દ્રારા ડોક્ટર, નર્સીગ સ્ટાફ અને કર્મચારીઓની સંવેદના સભર ઉતમ સારવાર માટે જી.એમ ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, હીંમતનગરનો અને સંવેદનશીલ સરકારનો આભાર માન્યો હતો.

આબિદઅલી ભુરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.