જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર શ્રી હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ
*********
સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સૌથી વધુ ફાળો આપનાર અને આર્થિક યોગદાન આપનાર સ્કૂલના આચાર્યશ્રી, વિવિધ કચેરીના વડાને ટ્રોફી આપી જિલ્લા કલેકટરશ્રી એ સન્માન કર્યું. સૌથી વધુ ફાળો એકત્ર કરનાર જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ ટ્રોફી આપી સન્માન કરાયું
**********
દસ લાખના લક્ષ્યાંક સામે રૂ. 13,64,600/- 136.46% સિદ્ધિ હાંસલ કરી
**********
જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની ત્રિમાસિક બેઠક જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી પોળો હોલ ખાતે મળી હતી. જેમાં સૈનિકો દ્વારા 1971ના યુદ્ધમાં વિજય મેળવવા બદલ અને સૈનિકોની બહાદુરી અંગે ટૂંકી ફિલ્મ રજૂ કરાઈ હતી અને જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીએ ગત 17 જૂન 2022 ના રોજ મળેલ બેઠકની વિગતો રજૂ કરી હતી અને આજે તા. 16/ 12/ 2022 ના રોજ મળેલ બેઠકના એજન્ડા રજૂ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા તથા સૈનિક વેલ્ફેર બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ એમ.બી.પટેલ તથા સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે આર્થિક યોગદાન આપનાર સંસ્થાના વડા, સ્કૂલના પ્રિન્સિપાલ તથા વિવિધ કચેરીના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સારો ફાળો આપનારને ટ્રોફી આપી અધ્યક્ષ શ્રી અને અધિકારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
સશસ્ત્ર સેના ધ્વજ દિન 2022 ના વર્ષમાં 10 લાખના લક્ષ્યાંક સામે રૂ. 13,64,600/- એટલે કે 136.46 ટકા ની સિદ્ધિ કોરોના કાળમાં પણ કરવામાં આવી છે. જે આપણા માટે ગૌરવની વાત છે. જ્યારે ચાલુ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં રૂ. 5,37,699/- એટલે કે 53.36% ફાળો મળેલ છે જેને પણ ફાળો આપવાનો હોય તે 31/1/2023 સુધીમાં ફાળો જમા કરાવી દેવા અપીલ કરવામાં આવી હતી. આ લક્ષ્યાંક પણ સૌ સાથે મળીને પૂર્ણ કરવા બેઠકમાં વિનંતી કરાઈ હતી.
જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી દ્વારા રાજ્ય સૈનિક કલ્યાણ બોર્ડ ની યોજના અંગે માહિતી આપી હતી. પૂર્વ સૈનિકો/ સ્વ સૈનિકોના ધર્મપત્નીઓ તેમના આશ્રિતોને રૂ. બે લાખની વાર્ષિક આવક મર્યાદામાં માસિક આર્થિક સહાય આપવા માટે કુલ પાંચ કેસની ઓળખ કરી હતી જેમાંથી ચાર કેસોની મંજૂરી નિયામક શ્રી સૈનિક કલ્યાણ અમદાવાદ તરફથી મંજૂરી મળેલ છે. અને એક કેસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માસિક આર્થિક સહાયની સ્થિતિ જોઈ એ તો એપ્રિલ 2022 સી ડીસેમ્બર 2022 ના વર્ષમાં 224 કેસોમાં કુલ રૂ. 13,14,600/- ની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત અવસાન પામેલા સૈનિકોને અંતિમ ક્રિયા સહાય, મુખ્યમંત્રી જવાન રાહત ભંડોળની સહાય પણ ચૂકવવામાં આવે છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં સૈનિકોની સંખ્યા વધુ છે તેમને મદદરૂપ થવાનો સૈનિક કલ્યાણ કચેરી દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે.
આ ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીને પુનર્વસવાટ અધિકારી દ્વારા સવગઢ ખાતે સૈનિક કલ્યાણ ઓફિસ અને ગેસ્ટ હાઉસ માટેની કામગીરી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા અને આ જગ્યાએ ઓફિસ માટે જમીન ફાળવવામાં આવી છે. જે ટેન્ડર પ્રક્રિયા કરીને કામ હાથ ધરવામાં આવશે જે અંગે એક કરોડ રૂપિયા ફાળવણી કરાઈ છે પણ 78 લાખનો વધારાનો ખર્ચ સ્ટેન્ડરમાં વધુ આવતો હોય પુનઃ ટેન્ડરિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. અધ્યક્ષશ્રી એ જ્યાં વહીવટી તંત્રની મદદની જરૂર હશે ત્યાં મદદ કરવાની તત્પરતા દર્શાવી હતી અને ફાળો આપનાર કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આઈ.ટી.આઈ, મામલતદાર તલોદ, વેચાણવેરા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિંમતનગર, વિભાગીય એસટી, કાર્યપાલક ઇજનેર આર.એન.બી., નાયબ વન સંરક્ષક, ભૂસ્તરશાસ્ત્રી, જી.આઇ.ડી.સી., જિલ્લા વિકાસ અધિકારી, આર.ટી.ઓ, યુ. જી.વી.સી.એલ. તથા સૌથી વધુ ફાળો રૂ.2,50,000/- આપનાર જિલ્લા પોલીસ વડાનું પણ જિલ્લા કલેકટર શ્રી એ ટ્રોફી આપી સન્માન કર્યું હતું અને સૌને યોગદાન આપવા બદલ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.