2023 બનશે રાજકોટના આરોગ્યનું વર્ષ, ઝનાના અને એઇમ્સ બંને તૈયાર
ઝનાનામાં ફેબ્રુઆરીથી પ્રસૂતિની સાથે બાળકોની સારવાર થશે.
રાજકોટ શહેર માટે 2023 આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વનું વર્ષ બની રહેવાનું છે કારણ કે સૌથી મોટી બે આરોગ્ય સેવા એઈમ્સ અને ઝનાના હોસ્પિટલ તૈયાર થઈ જશે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના જણાવ્યા અનુસાર ઝનાના હોસ્પિટલનું 80 ટકા કામ પૂરું થઈ ગયું છે. હાલ મેડિકલ સાધનો લગાવવા સુધીની સ્ટેજ પર કામગીરી ચાલી રહી છે જે ફેબ્રુઆરીમાં પૂરી થઈ જશે અને હોસ્પિટલ પણ કાર્યરત થઈ જશે. બીજી તરફ એઈમ્સમાં હાલ ઓપીડીની સેવા ચાલુ છે અને તેમાં બાંધકામનું કામ ઝડપથી થઈ રહ્યું છે. જુલાઈ સુધીમાં ત્યાં દર્દીઓને દાખલ કરવાની સુવિધા મળતાં જ એઈમ્સ પૂર્ણ રૂપે ચાલુ થઈ જશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.