સાબર સ્પોર્ટ સ્ટેડિયમની પાંચ દિકરીઓએ યુનિવર્સીટી એથ્લેટીક ચેમ્પિયનશીપમાંનવા રેકોર્ડ બનાવ્યા - At This Time

સાબર સ્પોર્ટ સ્ટેડિયમની પાંચ દિકરીઓએ યુનિવર્સીટી એથ્લેટીક ચેમ્પિયનશીપમાંનવા રેકોર્ડ બનાવ્યા


નિર્મા અસારીએ લાંબી કુદમાં ૫.૭૯ મીટરની છલાંગ લગાવી પોતાનો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ નોંધાવ્યો

**********

       સાબરકાંઠા હિંમતનગરના સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિ. પાટણ દ્વારા યુનિવર્સિટી એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ તા. ૯થી ૧૩ ડીસેમ્બર ૨૦૨૨ દરમિયાન યોજાઇ હતી. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ની પાંચ દિકરીઓ જેઓ મહિલા કોલેજ મહેતાપુરાની વિધાર્થીનીઓ નિર્મા અસારી, જાડા રિંકલ, ડાકી પ્રિયલ, રબારી સતી, માહી રાજપુત વિવિધ રમતોમાં ખુબ જ સારુ પ્રદર્શન કરી સાબરકાંઠાનુ અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

       આ પાંચ દિવસીય સ્પર્ધામાં ૯૭ કોલેજના ૧૧૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દોડ, લાંબી કુદ, હડલ દોડ, રીલે દોડ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં નિર્મા અસારીએ લાંબી કુદમાં ૫.૭૯ મીટરની છલાંગ લગાવી પોતાનો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવી પ્રથમ સ્થાન હાંસલ કરવાની સાથે ૪*૧૦૦મીટર રીલે દોડમાં પણ સારુ પ્રદર્શન કરી બેસ્ટ એથ્લેટ ગર્લ નો ખિતાબ પોતાના નામે કર્યો  હતો.

       જાડા રીંકલે ૧૫૦૦મીટર દોડ ૫.૦૨ મિનિટ,૨૦૦૦મી. ૭.૨૧ મિનિટ અને ૫૦૦૦મીટર દોડ ૧૯.૦૩ મિનિટમાં પૂર્ણ કરી સાથે ૪*૧૦૦ રીલે દોડમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ડાકી પ્રિયલે ૪૦૦મીટર હડલ દોડ ૧.૧૩ મિનિટમાં પૂર્ણ કરી, જ્યારે રબારી સતીએ ૮૦૦મીટરની દોડ ૨.૩૪ મિનિટમાં પૂર્ણ કરી હતી અને માહી રાજપૂતે ૧૦૦મીટર દોડમાં ખુબ સારૂ પ્રદર્શન કરી મેડ્લ મેળવ્યા હતા.

    સતી, રિંકલ, પ્રિયલ,માહિએ ૪*૪૦૦ રીલે દોડ ૪.૪૪ મિનિટમાં પૂર્ણ કરી હતી. આ પાંચ દિકરીઓએ યુનિવર્સિટીના જુના નવ રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો હતો.

      આ પાંચે દિકરીઓને અને તેમના કોચને વહિવટી તંત્ર અને મહિલા કોલેજ દ્રારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.