બાલાસિનોર વાતાવરણમાં અચાનક પલટો: ખેડૂતના માથે સંકટના વાદળો ઘેરાયા
મહીસાગર જિલ્લામાં સવારથીજ તમામ તાલુકાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જિલ્લામાં મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોએ ખેતરમાં વાવેલો રવિ પાક ઉભો છે. તેવામાં આ પ્રકારે આકાશમાં વાદળો છવાતાં ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતાં માવઠાની આશંકાઓ વચ્ચે પાક અને પશુઓના ઘાસચારાને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો બીજી બાજુ વાતાવરણમાં પલટો આવતા ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો સાથે ઠંડા પવનો ફૂંકાતા આંશિક ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.