ધારાસભ્ય કાંધલ જાડેજાએ વધુ એક વખત ખેડૂતોના હિતમાં પાણી છોડાવ્યું
કુતિયાણા (Kutiyana)૮૪ વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંધલ જાડેજા (Kandhal Jadeja)૨૬ હજારથી વધુ મતથી વિજેતા રહયાં છે. કુતિયાણા વિસ્તારનાં ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે હરહંમેશ ખડે પગે રહ્યાં છે. તા.૩ ડિસેમ્બરનાં રોજ ભાદર નદીમાં પાણી છોડવાની મંજુરી મળતાં નાયબ કાર્યપાલક ઇજનેર (Deputy Executive Engineer)ધોરાજી દ્વારા આગેવાનોને બોલાવતા જેમાં વજશીભાઇ ઓડેદરા તથા અન્ય આગેવાનોએ ધોરાજી ખાતેની કચેરીએ રૂબરૂમાં જઇ ૧૦૦ એમસીએફટીના પૈસા કાંધલ જાડેજાએ સ્વખર્ચે જમા કરાવ્યા હતા.જેથી તા.૯ ડિસેમ્બર સાંજે પ કલાકે ભાદર -ર ડેમમાંથી દરવાજા મારફત ભાદર નદીમાં પાણી છોડાવતા પહેલા ડેમનાં લગત નાયબ કાર્યપાલક ઇજનેર સેકશન ઓફિસર તેમજ અન્ય સ્ટાફની હાજરીમાં રૂબરૂ ડેમના પાણીનું લેવલ મીટર બતાવવામાં આવેલ છે.ત્યારબાદ નદીમાં પાણી છોડવામાં આવ્યો હતો. પાણીનો જથ્થો છોડવામાં આવતાં ભાદર નદીમાં ડેમથી નીચવાસમાં આવેલ ચેકડેમો ભરાય તેટલા મંજુરી આપી છે. પાણી છોડવામાં આવતાં ખેડૂતોને પિયત માટે ઉપયોગી નિવડશે. ચૂંટણી પરિણામ પૂર્વે જ ખેડુતોના હિતમાં ધારાસભ્ય કાંધલ જાડેજાએ સ્વખર્ચે પૈસા જમા કરાવ્યાં બાદ ૯ ડિસેમ્બર પાણી છોડવામાં આવ્યું છે. ખેડૂતોના પ્રશ્ને અંગે કાંધલ જાડેજાએ હરહંમેશ ખડેપગે રહયાં છીએ. ખેડૂતોના સાચા મિત્ર તરીકે સાબીત થયાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.