જસદણમા પૅટા ચૂંટણી બાદ પહેલીવાર કમળ ખીલતા ભવ્ય વિજય બાદ કુંવરજીભાઈ બાવળિયાએ આજે વહેલી સવારે જગતજનની અંબાજીમાંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
જસદણમા પૅટા ચૂંટણી બાદ પહેલીવાર કમળ ખીલતા ભવ્ય વિજય બાદ કુંવરજીભાઈ બાવળિયાએ આજે વહેલી સવારે જગતજનની અંબાજીમાંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
જસદણ વિછીયા પંથકમાં પેટા ચૂંટણીમાં જ ભાજપ જીતેલું અનૅ ઐતિહાસિક રીતે પહેલી જ વાર કુંવરજી બાવળીયાએ ઐતિહાસિક ભાજપની સીટ આવતા પહેલીવાર કમળ ગાંધીનગર મોકલતા ઇતિહાસ સર્જાયો છે ત્યારે કુંવરજીભાઈ ચૂંટાયા બાદ આજે વહેલી સવારે જસદણ શહેરના બાયપાસ રોડ ઉપર બિરાજમાન જગતજનની અંબાજી માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને માતાજીની પ્રસાદીથી મોહ મીઠું કરી ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો આ સમયે જસદણના પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી એપીએમસીના પુર્વ ડિરેક્ટર નરેશભાઈ ચોહલીયા નગરપાલિકાના સદસ્ય નીતિનભાઈ ચોહલીયા યુવા ભાજપ આગેવાન યશવંતભાઈ ઢોલરીયા દિનેશભાઈ ચોહલીયા ભાવેશભાઈ ચોહલીયા સાવનભાઇ વૅકરીયા ભાવેશભાઈ ઇન્ડિયા અશોકભાઈ શુળીયા વિનુભાઈ ચોહલીયા સુરેશભાઈ ચૉહલીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા અને માતાજીના અનન્ય દર્શનનો લાહાવૉ લીધો હતો માતાજીના દર્શન કર્યા બાદ જસદણ તાલુકાના ડોડીયાળા ખાતે ધાર્મિક પ્રસંગે જવા કુંવરજીભાઈ બાવળીયા રવાના થયા હતા.
રીપૉર્ટ હર્ષદ ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.