જસદણમાં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ 89 વર્ષીય ગનીભાઇ ડાયાતર ઍ જુસ્સાભેર પરિવારજનો સાથે મતદાન કર્યું.
જસદણમાં 99 વર્ષીય પોપટભાઈ રાઠોડ 89 વર્ષીય ગનીભાઇ ડાયાતર ઍ જુસ્સાભેર પરિવારજનો સાથે મતદાન કર્યું.
જસદણ વિધાનસભા-72 મત વિસ્તારની સામાન્ય ચૂંટણીમાં જસદણના 99 વર્ષીય પોપટભાઈ રાઠોડે 18 વર્ષના યુવાનની જેમ પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. તેઓએ મતદાન કરીને લોકશાહીના પર્વમાં પોતાનું યોગદાન નોંધાવીને અન્યને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.તથા વૉર્ડ નં 4 મા 89 વર્ષીય હાજી મુસાભાઇ ગનીભાઇ ડાયાતર ઍ મતદાન કર્યુ હતુ આ તકે 99 વર્ષીય મતદાર પોપટભાઈ રાઠોડ જસદણ શહેરના વોર્ડ નં.2 માં મતદાન કર્યું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, બાપલીયા મતદાન તો કરવું જ જોઈએ ને. મતદાન કરવાથી દેશમાં સારી સરકાર બને અને આપણને સરકારે હક્ક આપ્યો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. રક્તદાન અને આંખોનું દાન સહિત ઘણાય દાન કરીએ છીએ. પણ મતદાન ન કરીએ ને તો બીજા એકેય દાન કાંઈ કામના નથી રહેતા. એટલે મતદાન તો અચૂક કરવું જ જોઈએ.
રીપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.