દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેવા ઉમદા હેતુથી ગોધરા ખાતે રેલીનું કરાશે આયોજન - At This Time

દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેવા ઉમદા હેતુથી ગોધરા ખાતે રેલીનું કરાશે આયોજન


ગોધરા

'વિશ્વ દિવ્યાંગ દિવસ' નિમિત્તે દિવ્યાંગ વ્યક્તિઓ પ્રત્યે સમાજમાં જાગૃતિ ફેલાય તથા વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ મતદાન નોંધાય તેવા ઉમદા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ગાંધી સ્મારક, ગાંધી ચોક, ગોધરા ખાતે તારીખ ૦૩/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૧૦ વાગ્યે જિલ્લા નાયબ નિયામકશ્રી અને PWD નોડલ અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તથા વયસ્ક મતદારોના વરદ હસ્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અંદાજે ૯૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓ ભાગ લેશે.આ રેલી ગાંધી ચોક,પાંજરાપોળ,ચિત્રા રોડ,વિશ્વકર્મા ચોક,સિટી બેંક,નગરપાલીકા, પાંજરાપોળ થઈને ગાંધી ચોક ખાતે વિસર્જન કરવામાં આવશે.સમગ્ર રેલીના આયોજનનું માર્ગદર્શન PWD નોડલ ઑફિસરશ્રી અને PWD આસિસ્ટન્ટ નોડલ ઑફિસરશ્રી થકી કરાશે તેમ ગાંધી સ્પેશયલ બહેરા-મૂંગા વિધાલય ગોધરાના આચાર્યશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon