બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ( પહેલી ડીસેમ્બર) શાનદાર ઉજવણી કરવામાં આવી - At This Time

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ( પહેલી ડીસેમ્બર) શાનદાર ઉજવણી કરવામાં આવી


બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ( પહેલી ડીસેમ્બર) શાનદાર ઉજવણી કરવામાં આવી .

1લી ડીસેમ્બરને વિશ્વભરમાં વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજ રોજ દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે વિશ્વ એઇડ્સ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. એઇડ્સ બાબતે લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી WHO એ 1/12/1988 થી દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. તે અંતર્ગત શાળાના સુપરવાઈઝર અને વિજ્ઞાનશિક્ષકશ્રી વિક્રમભાઈ પ્રજાપતિએ એચઆઇવી વાઇરસ નો ઉદ્દભવ, તેનો ફેલાવો, એચઆઇવી પોઝીટીવ થવાના કારણો, તેનું નિદાન અને ઉપચાર ની ખુબ જ ઉપયોગી માહિતી આપી હતી. વિદ્યાર્થીઓમાં એઇડ્સ પ્રત્યે જે ખોટી માન્યતાઓ છે તે દૂર કરવાનો ખુબ જ સુંદર પ્રયત્ન કર્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓએ શોર્ટ ડેમો રજૂ કરી એઇડ્સ એ કોઈ રોગ નથી પરંતુ રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી ઉદ્દભવતી શારીરિક સ્થિતિ છે તેની સરસ સમજૂતી આપી હતી. સાથે સાથે શાળાના ઉત્સાહિત શિક્ષકશ્રી નિર્મલસિંહ રાયજાદાએ વિદ્યાર્થીઓને પોતના અભ્યાસનું પરિણામ સુધરે તે માટે જાગૃત કરવા બાબતે મોટિવેશન સ્પીચ આપી હતી. સમગ્ર સ્ટાફે કાર્યક્રમમાં ખુબ જ સાથ સહકાર આપ્યો હતો. છેલ્લે શાળાના આચાર્યશ્રી એસ વી ચૌધરીએ કાર્યક્રમમાં જોડાયેલા તમામ સ્ટાફને અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.....

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.