યુવાનો અને વૃદ્ધોએ પરિવારજનો સાથે મતદાન કરીને ઉજવ્યો અવસર લોકશાહીનો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/2yqjkddljqd7duqi/" left="-10"]

યુવાનો અને વૃદ્ધોએ પરિવારજનો સાથે મતદાન કરીને ઉજવ્યો અવસર લોકશાહીનો.


પુત્ર, પુત્રી સહિત પરિવારજનો સાથે મતદાન કરવા પહોંચ્યા બોટાદવાસીઓ

મજબૂત લોકશાહીના નિર્માણ માટે ફાળો આપવા સુદ્રઢ બનેલા બોટાદ જિલ્લાના યુવા મતદારો

આવ્યો છે અવસર રૂડો લોકશાહીનો... પરિવાર સાથે કરશું ઉજવણી... મજબૂત લોકશાહીના નિર્માણ માટે ફાળો આપવા સુદ્રઢ બનેલા બોટાદ જિલ્લામાં યુવા મતદારોમાં મતદાનને લઈને હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. જ્યાં એક તરફ વૃદ્ધ માતાનો હાથ પકડી ટેકો બનતા યુવાનો નજરે ચડ્યા હતા તો બીજી તરફ યુવા મતદારો સાથે ઉલ્લાસ અને જુસ્સાપૂર્વક માતા-પિતા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા અને લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણીમાં પોતાની પવિત્ર ફરજ અદા કરી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]