બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મતદાન માટે અપીલ કરતી ભવ્ય રંગોળી તૈયાર કરી - At This Time

બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મતદાન માટે અપીલ કરતી ભવ્ય રંગોળી તૈયાર કરી


બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મતદાન માટે અપીલ કરતી ભવ્ય રંગોળી તૈયાર કરી

જિલ્લા સેવા સદન ખાતે તૈયાર કરાયેલી કલાત્મક રંગોળી મુલાકાતીઓ માટે બની આકર્ષણનું કેન્દ્ર

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે મતદાન જાગૃતિ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે જિલ્લા સેવા સદનનાં પ્રાંગણમાં બોટાદની એમ.ડી.શાહ વિદ્યાલયની ધોરણ- 11 અને 12ની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રભાતસિંહ મોરી તેમજ એમ.ડી.શાહ વિદ્યાલયનાં શિક્ષકશ્રી જી.બી.મકવાણાના માર્ગદર્શન મુજબ વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક “વોટ ફોર ગુજરાત”નાં સૂત્ર સાથે કલાત્મક રંગોળી બનાવી અને લોકશાહીની અવસરમાં તમામ લોકોને અવશ્ય મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. આ તકે એમ.સી.એમ.સી કમિટીનાં નોડલ અધિકારીશ્રી અને સહાયક માહિતી નિયામકશ્રી રાધિકાબેન વ્યાસ પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

Report, Nikunj Chauhan Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.