સાયલાના સામતપર ગામે વિકાસના કામોને પુરા કરવા આપી બાંહેધરી.
સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકા ના સામતપર ગામે 61 વિધાનસભા ના ઉમેદવાર શ્રી કિરીટસિંહ રાણા સાહેબે વિકાસના કામોની બાંહેધરી આપી હતી. કિરીટસિંહ રાણા સાહેબનું ગ્રામજનો દ્વારા ફુલ હાર થી સન્માન કરવામાં આવ્યુ.જેમાં સામતપર ગામમાં આગળના સમયમાં વિકાસના કામો તેમજ પ્રાથમિક સુવિધા અભાવ જોવા મળે છે . જેમાં મતદારોને મનાવવા સામતપર ગામે તેમજ અગાઉના વિકાસના કામોથી વંચિત રહેલા ગામને આગળ લાવવા પડતર પ્રશ્નોનુ નિરાકરણ કરવા સામતપર ગ્રામજનોને ખાતરી આપી હતી. જેમાં મંજુર થયેલા કામો તેમજ રોડ, રસ્તા ,પાણી જેવા પ્રશ્નોને ધ્યાનમાં લઇ સામતપર ગામના યુવાનોએ કિરીટ સિંહ રાણા સાહેબને લેખિત પત્ર આપ્યો રજૂઆત કરીએ. આ કાર્યક્રમમાં લીમડી વિધાનસભા ના ઉમેદવાર કિરીટસિંહ રાણા સાહેબ, રાજભા ઝાલા, ડેલિકેટ ડાયાભાઈ, રમેશભાઈ ઉઘરેજા,કેસરપર સરપંચ યશપાલસિંહ, પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ મકવાણા તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.